Home /News /ahmedabad /આ બેઠકો પર આપ બની ગેમ ચેન્જર, કોંગ્રેસના સૂપડા સાફ

આ બેઠકો પર આપ બની ગેમ ચેન્જર, કોંગ્રેસના સૂપડા સાફ

20 બેઠકો પર કોંગ્રેસને આપ પાર્ટી નડી છે.

Gujarat Election Result 2022: ચૂંટણીના પરિણામોમાં ત્રીજી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીની પણ મહત્વની ભૂમિકા રહી છે. 20 બેઠકો પર કોંગ્રેસને આપ પાર્ટી નડી

    અમદાવાદ: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ભાજપે 156 બેઠકો, કોંગ્રેસ 17, આપ 5 અને અન્યને 4 બેઠકો મળી છે. આ સાથે કોંગ્રસેનું ગુજરાતમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. જોકે, ચૂંટણીના પરિણામોમાં ત્રીજી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીની પણ મહત્વની ભૂમિકા રહી છે. જેના લીધે પરિણામ ચોંકાવનારા રહ્યા છે. ખાસ કરીને કોંગ્રેસને આપ નડી છે તેમ પણ કહી શકાય. કેમ કે, 20 બેઠકો પર કોંગ્રેસને આપ પાર્ટી નડી છે. આપની સાથે જ કોંગ્રેસને 7 અપક્ષો પણ નડ્યા છે. તેના લીધે તે માત્ર 17 જ બેઠક મેળવી શકી છે.

    રાપર બેઠક પર તો નજીવા મતથી ભાજપની જીત થઇ છે

    ગત ટર્મમાં વાંકાનેર બેઠક પર કોંગ્રેસના મો.જાવીદ પીરઝાદા જીત્યા હતા. આ વખતે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. અહીં ભાજપને 80,677 વોટ મળ્યા, કોંગ્રેસને 60,722 વોટ મળ્યા, જ્યારે આપએ 53 હજારથી વધુ વોટ મેળવ્યા છે. સાવરકુંડલા બેઠક પર પણ કોંગ્રેસને આપ નડ્યું છે. આ બેઠક પર ભાજપને 63,757 વોટ મળ્યા, કોંગ્રેસને 60,265 અને આપને 7895 વોટ મળ્યા છે. રાપર બેઠક પર તો નજીવા મતથી ભાજપની જીત થઇ છે. અહીં ભાજપને 66,961, કોંગ્રેસને 66,384 અને આપને 2434 મત મળ્યા છે.

    આ પણ વાંચો: ગુજરાતના પાટીદારો ભાજપ તરફ વળ્યા, સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ખેલ પાડી દીધો
    બેઠકભાજપને મળેલા મતકોંગ્રેસને મળેલા મતઆપને મળેલા મત
    વાંકાનેર80,87760,72253,485
    કપરાડા909995803153168
    માંડવી74,50256,39349,108
    છોટા ઉદેપુર751294567943880
    નિઝર974617430135781
    મહુવા813834987535591
    રાજકોટ પૂર્વ861945755935446
    માંગરોળ608963839534314
    દાહોદ726604331034010
    ગરબાડા624273460233595
    ધોરાજી664305418229794
    દ્વારકા740186869128381
    કેશોદ558025159424497
    ડાંગ625334285920822
    ટંકારા83,27473,01817,834
    હિંમતનગર98,79289,93210,011
    સાવરકુંડલા63757602657895
    રાપર66,96166,3842,434
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: AAP Party, Congress Gujarat, Election Results 2022, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन