Home /News /ahmedabad /Gujarat Election 2022: ચૂંટણી પહેલા પાટીદારોની બેઠક, 3 સંસ્થા રહેશે ગેરહાજર

Gujarat Election 2022: ચૂંટણી પહેલા પાટીદારોની બેઠક, 3 સંસ્થા રહેશે ગેરહાજર

ઓલ પાટીદાર ફેડરેશનની આજે મળશે બેઠક

Gujarat Assembly Election 2022: ચૂંટણી પહેલા પાટીદારોની બેઠક, 3 સંસ્થા રહેશે ગેરહાજર. વિશ્વઉમિયાધામ, ખોડલધામ, સરદારધામ સંસ્થા નહીં રહે હાજર.

  અમદાવાદ: ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પાર્ટીઓની સાથે વિવિધ સમાજમાં જ ભારે હલચલ જોવા મળી રહી છે. આ વચ્ચે ચૂંટણી પહેલા પાટીદાર ફેડરેશનની બેઠક મળવાની છે. આ બેઠકમાં 3 સંસ્થાના અગ્રણીઓ ગેરહાજર રહેશે. ઉમિયાધામ ઉંઝા, સીદસર ઉમિયાધામ જ હાજર રહેશે. વિશ્વઉમિયાધામ, ખોડલધામ, સરદારધામ હાજર રહેશે નહીં. આ બેઠક સોલા વિશ્વ ઉમિયાધામ ખાતે સી.કે.પટેલે બોલાવી છે.

  પાટીદારોની બેઠકમાં 3 સંસ્થા ગેરહાજર રહેશે

  ચૂંટણી પહેલા પાટીદારોની બેઠકમાં 3 સંસ્થા ગેરહાજર રહેશે. ઓલ પાટીદાર ફેડરેશનની આજે મળનારી બેઠકમાં ઉમિયાધામ ઉંઝા, સીદસર ઉમિયાધામ  હાજર રહેશે. વિશ્વ ઉમિયાધામ, ખોડલધામ, સરદારધામ સંસ્થા હાજર નહીં રહે. આ અંગે વિશ્વ ઉમિયાધામના આર.પી.પટેલે કહ્યું, બહાર છીએ, હાજર નહીં રહી શકીએ. બીજી બાજુ, ખોડલધામ ટ્રસ્ટી રમેશ ટીલાળાએ કહ્યું કે, નરેશભાઈ બહાર છે, હાજર નહીં રહી શકે. ખોડલધામ ટ્ર્સ્ટી દિનેશ કુંભાણીએ કહ્યું કે, અમને પૂછ્યા વગર બેઠકનું આયોજન કરાયું છે, હાજર નહીં રહીએ.


  આ પણ વાંચો: BTP-JDUના ગઠબંધનને લઈને પિતા-પુત્રમાં તડાં!

  આ ઉપરાંત આજે મળનારી બેઠક અંગે સરદારધામને પણ પૂછવામાં આવ્યું હતું. સરદારધામ ટ્રસ્ટ પ્રમુખ ગગજી સુતરિયાએ કહ્યું કે, અમે તો શૈક્ષણિક સંસ્થા છીએ, હાજર નહીં રહીએ. નોંધનીય છે કે, શોલા ઉમિયાધામ ખાતે ફેડરેશનની બેઠક મળવાની છે. ઓલ પાટીદાર ફેડરેશનના પ્રમુખની અધ્યક્ષતામાં આ બેઠક મળશે. ફેડરેશનની બેઠક સી.કે.પટેલે બોલાવી છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Patidar power

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन