Home /News /ahmedabad /Gujarat Election 2022: ચૂંટણી પહેલા 'કમા' મામલે રાજકારણ ગરમાયું, સાંભળો ગુજરાત કોંગ્રસનું શું કહેવું છે

Gujarat Election 2022: ચૂંટણી પહેલા 'કમા' મામલે રાજકારણ ગરમાયું, સાંભળો ગુજરાત કોંગ્રસનું શું કહેવું છે

કમા મામલે રાજકારણ ગરમાયું છે.

'જે પ્રકારે વટહુકમ બહાર કાઢ્યો છે તે પ્રજા વિરોધી છે. બીજેપી જેને હાલ મજાકનું સાધન બનાવે છે તે પણ તેમના કરતા સારા વટહુકમ બહાર પાડી શકે.'

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  અમદાવાદ: ગુજરાત ચૂંટણી પહેલા હાલ રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે રાજકારણમાં કમાની એન્ટ્રી થઇ છે. ઇમ્પેક્ટ ફી મુદ્દે રાજકારણ ગરમાયું છે. કમાનું નામ લઇને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા ગુજરાત ભાજપે કમાની સરખામણી રાહુલ ગાંધી સાથે કરી હતી.

  કોંગ્રેસે ઇમ્પેક્ટ ફી અંગે જણાવ્યુ કે, જે પ્રકારે વટહુકમ બહાર કાઢ્યો છે તે પ્રજા વિરોધી છે. બીજેપી જેને હાલ મજાકનું સાધન બનાવે છે તે પણ તેમના કરતા સારા વટહુકમ બહાર પાડી શકે.

  અંબાજીમાં ભાજપના નેતા જણાવ્યુ હતુ કે,"તે ગરીબી હટાઓ વિશે વાત કરે છે, પરંતુ પોતે 40 હજાર રૂપિયાની કિંમતનું ટી-શર્ટ પહેરે છે. સારંગ વીડિયોમાં સોનિયા ગાંધીને નિશાન બનાવતાં કહે છે કે, કમાની 'મમ્મી' 'મનમોહન સિંહ'ને રિમોટથી કંટ્રોલ કરતી હતી".


  જે બાદ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું હતું કે, કમો એક દિવ્યાંગ કલાકાર છે. રાહુલ ગાંધીની 'ભારત જોડો' યાત્રાને કારણે ભાજપના નેતાઓએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત ચૂંટણી

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन