Home /News /ahmedabad /Congress-NCP in Gujarat: NCP-કોંગ્રેસનું ગઢબંધન, આ શરતથી કાંધલ જાડેજા અને રેશ્મા પટેલનો અટવાયો પેચ

Congress-NCP in Gujarat: NCP-કોંગ્રેસનું ગઢબંધન, આ શરતથી કાંધલ જાડેજા અને રેશ્મા પટેલનો અટવાયો પેચ

કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયુ છે.

Gujarat Election 2022: હવે પ્રશ્ન એ છે કે, એનસીપી કુતિયાણાથી કાંધલ જાડેજાને મેન્ડેટ નહીં આપે આ સાથે ગોંડલથી રેશ્મા પટેલને પણ NCP મેન્ડેટ નહીં આપે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  અમદાવાદ: ગુજરાત ચૂંટણી પહેલા રાજકારણના મોટા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રસ અને એનસીપીએ ગંઠબંધન કરી લીધું છે. તેમણે ત્રણ બેઠક નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયા માટે ગઠબંધન કરી લીધું છે. આ અંગે એનસીપીના જયંત બોસ્કી અને કોંગ્રેસનાં જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આ પહેલા પણ કોંગ્રેસ પ્રભારી સહિત નેતાઓ સાથે બેઠક થઇ હતી. ઘણાં સમયથી કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધનની ચર્ચા થઇ રહી હતી. હવે પ્રશ્ન એ છે કે, એનસીપી કુતિયાણાથી કાંધલ જાડેજાને મેન્ડેટ નહીં આપે આ સાથે ગોંડલથી રેશ્મા પટેલને પણ NCP મેન્ડેટ નહીં આપે. આ ઉપરાંત એ પણ કહેવામાં આવ્ચું છે કે, જો એનસીપીનાં લોકો અપક્ષ ઉમેદવારી કરશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.

  'કોગ્રેસ 125 બેઠકો સાથે જીતશે'


  આ અંગે વાત કરતા કોંગ્રેસનાં જગદીશ ઠાકોરે જણાવ્યુ કે, યુપીએ એકથી સાથી ગઠબંધન એનસીપી રહ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ 125 સીટો સાથે સરકાર બનાવશે. દેશની ગરિમા બચાવવા માટે આખા દેશમાં લોકો ભેગા થઇ રહ્યા છે ત્યારે ગઠબંધનની જાહેરાત કરીને ચૂંટણી લડીશું.

  'અમે વફાદારીથી લડીશું'


  આ સાથે એનેસીપીનાં જયંત બોસ્કીએ જણાવ્યુ કે, આ ત્રણ બેઠકો પર અમે વફાદારીથી લડીશું. કોંગ્રેસ એનસીપીના ગઠબંધનથી જે રીતે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી તે રીતે અમે પણ અહીં કામ કરીશું. કુતિયાણાની બેઠક પર મહત્ત્વની વાત કરતા તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની હા હશે તો અહીંથી મેન્ડેટ આપવામાં આવશે, ગ્રીન સિગન્લ મળશે તો જ અહીંથી મેન્ડેટ આપવામાં આવશે. આ લોકો ના પાડશે તો મેન્ડેટ આપવામાં આવશે નહીં. અમે ત્રણ બેઠકો પર જ મેન્ડેટ આપીશું.


  રેશમા અને કાંધલનો પેચ અટવાયો


  કુતિયાણાની બેઠક પર જગદીશ ઠાકોરે પણ મહત્ત્વની વાત કરતા જણાવ્યુ કે, જયંતભાઇએ કહ્યુ કે, એનસીપીનાં લોકો જો અપક્ષ ભરશે તો અમે તેને સ્વીકૃતિ નહીં આપીએ. સ્વાભાવિક છે કે, અહીંથી ચૂંટાતા હોય, તો તેને મેન્ડેટ ન મળે તો અપક્ષ કે અન્ય ટિકિટની માંગણી પણ કરે તે એમના પક્ષ માટે પણ વ્યાજબી છે. આ ઉપરાંત જયંત બોસ્કીએ ચીમકી ઉચારતા જણાવ્યુ કે, આ ત્રણ સિવાય કોઇ ઉમેદવાર અપક્ષમાંથી ઉભા રહેશે તો તેની સામે પગલાં લેવાશે. તેને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામા આવશે.  આ તમામ વાત બાદ ગોંડલ પરથી એનસીપીના રેશ્મા પટેલ અને કુતિયાણાથી કાંધલ જાડેજા લડવાનાં મૂડમાં હતા. હવે તે બંનેનો પેચ અટવાયો છે. આ બેઠકો પરથી એનસીપી પોતાના ઉમેદવારને મેન્ડેટ આપી શકશે નહીં. આ ઉમેદવારો અપક્ષ રીતે ચૂંટણી લડશે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, રેશ્મા પટેલ અને કાંધલ જાડેજા હવે શું કરશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ગુજરાત, ગુજરાત ચૂંટણી

  विज्ञापन
  विज्ञापन