Home /News /ahmedabad /

રાજ્યનું ચૂંટણી પંચ સંપૂર્ણ પણે ઇલેકશન મોડમાં, રાજ્યના 33 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે નિમણૂક

રાજ્યનું ચૂંટણી પંચ સંપૂર્ણ પણે ઇલેકશન મોડમાં, રાજ્યના 33 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે નિમણૂક

પ્રતીકાત્મક તસવીર

Gujarat latest news: વડોદરા, ખેડા અને આણંદ જિલ્લાની જવાબદારી 2005ની બેચના રંજીત કુમારને સોંપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરની જવાબદારી, કે, નિરાલા કમિશનર વુમન એન્ડ ચાઇલ્ડ ને સોપવામા આવી છે.

ગાંધીનગર : આગામી વિધાનસભાની ચૂંટણીને (Gujarat election) ધ્યાનમાં રાખીને ભારતના ચૂંટણી પંચ દ્વારા 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જે 1- 10 2022ના રોજ પ્રસિદ્ધ થનાર છે. ક્ષતિરહિત મતદાર યાદી બનાવવા માટે થઈને રાજ્ય સરકાર દ્વારા આ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

વડોદરા, ખેડા અને આણંદ જિલ્લાની જવાબદારી 2005ની બેચના રંજીત કુમારને સોંપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરની જવાબદારી, કે, નિરાલા કમિશનર વુમન એન્ડ ચાઇલ્ડ ને સોપવામા આવી છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા ની જવાબદારી 2006 ની બેચના જૈનુ દેવન સુપ્રિન્ટેન્ટ ઓફ સ્ટેમ્પ સોંપવામાં આવી છે.

જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી આલોકકુમાર પાંડે એમડી ટુરીઝમ કોર્પોરેશનને સોંપાય છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જુનાગઢની જવાબદારી જીપીસીબીના ચેરમેન આર બી બારોટને સોંપાય છે .જ્યારે સુરત અને તાપી જિલ્લાની જવાબદારી રમ્યા મોહન મિશન ડાયરેકટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગરને સોંપાઇ છે.

રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી 2007 ની બેચના દિલીપકુમાર રાણા ડાયરેક્ટ ડેવલપમેન્ટ ને સોપાઇછે. જ્યારે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર નો હવાલો કુ.ભાર્ગવી આર. દવે એમડી ગુજરાત લાઇવલી વુડ મિશનને સોંપાય છે.

ગુજરાતમાં 24 કલાક બાદ વરસાદનું જોર ઘટશે, જોણો ફરીથી ક્યારે શરૂ થશે નવો રાઉન્ડ

કચ્છ અને મોરબી જિલ્લાની જવાબદારી આર.એસ નીનામાને સોંપાય છે. જે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ડીસેટ ખાતે ફરજ બજાવી રહ્યા છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની જવાબદારી રતન કંવર ચારણ ગઢવીને સોંપાય છે. બોટાદ અને ભાવનગર જિલ્લાની જવાબદારી નાગરાજન. એમ ડાયરેક્ટર ઓફ હાયર એજ્યુકેશન ગાંધીનગર એ સોંપાય છે. જ્યારે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર ની જવાબદારી બી.કે .પારેખ એમડી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ના શિરે નાખવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Elections, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन