Home /News /ahmedabad /ભાજપની સૌથી VIP બેઠકો પરથી દિગ્ગજોની જગ્યાએ કોણ લડી રહ્યું છે?

ભાજપની સૌથી VIP બેઠકો પરથી દિગ્ગજોની જગ્યાએ કોણ લડી રહ્યું છે?

અનેક સિનિયર નેતાઓએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી

Gujarat Election 2022: ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તે પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહીત અનેક સિનિયર નેતાઓએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી.

અમદાવાદ: ગુજરાત ચૂંટણીને લઇને આજે ભાજપે એક સાથે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.  ઉમેદવારોની યાદીમાં પહેલા તબક્કાના 83 જયારે બીજા તબક્કાના 77 ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તે પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહીત અનેક સિનિયર નેતાઓએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી, ત્યારે આ સીટ પરથી નવા ઉમેદવારોને પણ તક આપવામાં આવી છે.

વિજય રૂપાણીના સ્થાને દર્શિતાબેન શાહને તક

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી નેતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે,  હું ચૂંટણી નહીં લડું. તેમને જણાવી દઈએ કે વિજય રૂપાણી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક પરના ધારાસભ્ય છે. હવે ભાજપે તેમના સ્થાને દર્શિતાબેન શાહને ટિકિટ આપી છે.  મહેસાણા સીટ પરથી નીતિન પટેલે પણ ચૂંટણી લડવાની મનાઈ કરી હતી. હવે ભાજપે તેના સ્થાને મુકેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

સૌરભ પટેલએ ચૂંટણી લડવાની ના પડતાં ઘનશ્યામ વિરાણીને ટિકિટ

ધોળકા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચૂંટણી લડવાની ના પાડતા હવે આ સીટ પર કિરીટસિંહ ડાભી ઉમેદવાર હોય શકે છે.  ધારાસભ્ય આર. સી. ફળદુના સ્થાને દિવ્યેશ અકબરીને ટિકિટ, એ જ રીતે બોટાદ બેઠક પરથી પૂર્વ મંત્રી સૌરભ પટેલએ ચૂંટણી લડવાની ના પડતાં ઘનશ્યામ વિરાણીને ટિકિટ મળી છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની સૌથી ચર્ચાસ્પદ ગોંડલ બેઠક પર જામશે ચતુષ્કોણીય જંગ

આર. સી. ફળદુના સ્થાને દિવ્યેશ અકબરીને તક

જામનગર દક્ષિણના ધારાસભ્ય આર. સી. ફળદુના સ્થાને દિવ્યેશ અકબરીને તક આપવામાં આવી છે. જ્યારે અમદાવાદના નારણપુરાથી કૌશિક પટેલની જગ્યાએ જીતેન્દ્રભાઈ પટેલને ટિકિટ મળી છે. વધુમાં અમદાવાદની જ ઠક્કરબાપાનગર બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા તેમની જગ્યાએ કંચનબેન રાદડિયાને ટિકિટ આપવામાં આવી છે.

આ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત બાકી 

વધુમાં અમદાવાદ જિલ્લાની વટવા બેઠક પરથી ધારાસભ્ય અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ચૂંટણી ન લડવાનું કહ્યું હતું. જોકે, આ બેઠક પર હજુ સુધી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. તો ભાવનગર પૂર્વમાંથી વિભાવરીબેન દવે અને વડોદરાની માંજલપુર બેઠક પરથી ધારાસભ્ય યોગેશ પટેલે પણ ચૂંટણી લડવાની ના પાડી છે. જોકે, આ નેતાઓના સ્થાને હજુ કોઈને ટિકિટ આપવામાં આવી નથી.
Published by:Azhar Patangwala
First published:

Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन