Home /News /ahmedabad /ગુજરાત ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા

પ્રભાતસિંહ જાડેજાની ફાઇલ તસવીર

Gujarat Election Update: ફાગવેલ પરિવર્તન યાત્રામાં ભાજપના પૂર્વ સાંસદ કોંગ્રેસમાં જોડાયા છે. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: ગુજરાત ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ થયું છે. ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપને પંચમહાલ જિલ્લામાં મોટું નુકસાન થવાની શક્યતા છે. નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં ટિકિટ બાબતે મનદુખ થયુ હતું.

    ફાગવેલ પરિવર્તન યાત્રામાં ભાજપના પૂર્વ સાંસદ કોંગ્રેસમાં જોડાયા છે. પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ મહામંત્રી મોહન પ્રકાશ અને પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રભાતસિંહને ખેસ પહેરાવી કોંગ્રેસમાં સ્વાગત કર્યુ છે.

    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી આઠમી યાદી,

    1995માં ભાજપમાં જોડાયા હતા


    પ્રભાતસિંહ ચૌહાણે વર્ષ 1995માં પક્ષ પલટો કરીને કેસરિયો ધારણ કર્યો હતો. જે બાદ 1996ની વિધાનસભા ચૂંટણીથી પ્રભાતસિંહ ચૌહાણ કાલોલ વિધાનસભાના ધારાસભ્ય તરીકે વર્ષ 2007 સુધી રહ્યા હતા. જે બાદ વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં પ્રભાતસિંહ ચૌહાણને ગોધરા વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ખસેડી અને કાલોલ બેઠક ઉપર અરવિંદસિંહ રાઠોડને ટિકિટ ફાળવવામાં આવી હતી.

    આ પણ વાંચો: પૂરપાટ ઝડપે આવતી કાર પલટી ખાઇ 300 ફૂટ ઢસડાઇ, ત્રણ યુવાનોનાં મોત


    જયારે ગત વિધાનસભા ચૂંટણી-2017માં ભાજપ દ્વારા પ્રભાતસિંહ ચૌહાણની પુત્રવધુ સુમનબેન ચૌહાણને ટિકિટ આપવામાં આવી હતી. સુમનબેન ચૌહાણ 50,000 મતથી કાલોલ બેઠક ઉપર વિજયી બન્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Elections, Gujarat Politics, ગુજરાત, ગુજરાત ભાજપ

    विज्ञापन
    विज्ञापन