Home /News /ahmedabad /Gujarat Election 2022: ભાજપના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર, આ લોકોને મળી શકે છે ટિકિટ

Gujarat Election 2022: ભાજપના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર, આ લોકોને મળી શકે છે ટિકિટ

ભાજપની ટિકિટ મળી શકે તેવા ઉમેદવારોની યાદી

Gujarat Election: ભાજપની યાદી પહેલા ન્યૂઝ 18ના EXCLUSIVE સમાચાર. અહીં અમે તમને જણાવી રહ્યા છે ભાજપની ટિકિટ મળી શકે તેવા ઉમેદવારોની યાદી.

    અમદાવાદ: ભાજપની યાદી પહેલા ન્યૂઝ 18ના EXCLUSIVE સમાચાર. અહીં અમે તમને જણાવી રહ્યા છે ભાજપની ટિકિટ મળી શકે તેવા ઉમેદવારોની યાદી. ભાજપની પહેલી યાદી 10મી નવેમ્બરે આવી શકે છે. 10મીએ ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઇ શકે છે. દિલ્હીમાં આજે સાંજે ભાજપ કોર કમિટીની બેઠક મળશે. સાંજે 5થી 6 વાગ્યા વચ્ચે બેઠક મળી શકે છે, ત્યારે અમે તમને જણાવી રહ્યા છે તે ઉમેદવારોની યાદી જેમને ભાજપની ટિકિટ મળી શકે છે.

    કોને-કોને મળી શકે છે ભાજપની ટિકિટ?

    મનીષા વકીલ મંત્રી, નીમિષા સુથાર મંત્રી, નરેશ પટેલ, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, શંકર ચૌધરી, સંગીતા પાટીલ, ગણપત સિહ વસાવા, ઈશ્વર પટેલ, બળવંતસિંહ રાજપૂત, જેઠા ભરવાડ, દિલીપ ઠાકોર, પ્રફુલ પાનસેરિયા, પ્રદીપ સિંહ જાડેજા, ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, આર સી ફળદુ, ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી, કનુભાઈ દેસાઈ, મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, મંત્રી કિરીટસિંહ રાણા, મંત્રી જીતુ વાઘાણી, મંત્રી જગદીશ પંચાલ, મંત્રી દેવા માલમ, મંત્રી કુબેર ડીંડોર, મંત્રી જીતુ ચૌધરી, મંત્રી કીર્તિસિંહ વાઘેલા, મંત્રી મુકેશ પટેલ, મંત્રી આર સી મકવાણા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, હર્ષદ રીબડિયા, ગીતાબા જાડેજા, રજની પટેલ, કેતન ઇનમદાર, મધુ શ્રીવાસ્તવ, હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા, પબુભા માણેક, જશા બારડ, શશીકાંત પડ્યા, બાબુભાઈ જમના પટેલ


    આ પણ વાંચો: વજુભાઇ વાળાની મોટી વાત, 'મોરબીની દુર્ઘટનાની કોઇ અસર ગુજરાત ચૂંટણી પર નહીં પડે'

    10મી નવેમ્બરે ભાજપની પહેલી યાદી આવી શકે છે

    ભાજપના ઉમેદવારોની યાદી અંગે મહત્વના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે કે, 10મી નવેમ્બરે ભાજપની પહેલી યાદી આવી શકે છે. આજે સાંજે દિલ્હીમાં ભાજપ કોર કમિટીની બેઠક મળશે. સાંજે 5થી 6 વાગ્યા વચ્ચે બેઠક મળી શકે છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ પાટીલ દિલ્હીમાં છે. ગઈકાલે પણ અમિત શાહ સાથે 6 કલાક બેઠક ચાલી હતી. કોર કમિટીની બેઠક બાદ 9મીએ સાંજે ફરી બેઠક મળશે. 9મીએ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. 10મીએ ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: BJP candidates, Bjp gujarat, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन