Home /News /ahmedabad /વહેલી ચૂંટણીના એંધાણ વચ્ચે અમિત શાહ, સીએમ પટેલ અને પાટીલ વચ્ચે મહત્ત્વની બેઠક

વહેલી ચૂંટણીના એંધાણ વચ્ચે અમિત શાહ, સીએમ પટેલ અને પાટીલ વચ્ચે મહત્ત્વની બેઠક

અમિત શાહ ફાઇલ તસવીર

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી ચૂંટણીલક્ષી રણનિતી વિષયક વાતચીત સીએમ અને સીઆર પાટીલ સાથે કરશે.

ગાંધીનગર: આગામી વિધાનસભા ચૂંટણી ગત વર્ષોની સરખામણીએ વહેલી આવે એની સંભાવના ગઇકાલે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વ્યક્ત કરી છે. આજે સાંજે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા ગાંધીનગરની હોટેલ લીલા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કર્યું છે.  હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય એવા અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે વહેલી ચૂંટણીની સંભાવનાઓને જોતા આજે બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સી.આર. પાટીલ સાથે કોબા કમલમ ખાતે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન આગામી ચૂંટણીલક્ષી રણનિતી વિષયક વાતચીત સીએમ અને સીઆર પાટીલ સાથે કરશે. ઉપરાંત આગામી દિવસોમાં શરૂ થનારી ભાજપ ગૌરવ યાત્રા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમો અને સ્ટાર પ્રચારકોની યાદીને લઈને આખરી ઓપ આપવામાં આવશે. આ ઉપરાંત 182 વિધાનસભા ક્ષેત્રમાંથી નિરીક્ષકો પાસે પ્રથમ યાદી મંગાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

 આ પણ વાંચો : શિક્ષકનો પરિવાર એક સપ્તાહથી થયો ગુમ

વિધાનસભા 2022ની ચૂંટણી દરમિયાન કેટલાક પડકારોને દૂર કરવા માટે થઈને આખરી રણનીતિ આજે તૈયાર કરવામાં આવશે. રાજ્યની 182 વિધાનસભા ક્ષેત્રમાં ત્રિપાખીયો જંગ ખેલાય તેવા સંકેત છે. તો કેટલીક બેઠકો પર ઉમેદવારોની પસંદગીને લઈને ઊભી થનારી પરિસ્થિતિઓ ને રોકવા પક્ષ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ

બિન સત્તાવાર સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે બોર્ડ નિગમમાં ચેરમેનની નિમણૂકને લઈને આજે આખરી નિર્ણય થાય તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આખરી યાદી રજૂ કર્યા પછી ગમે તે ઘડીએ બોર્ડ નિગમના નામોની જાહેરાત થશે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Elections, Gujarat Politics, અમિત શાહ, ગુજરાત

विज्ञापन
विज्ञापन