Home /News /ahmedabad /અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે હોબાળો, જમાલપુર-ખાડિયા બેઠકને લઇને વિરોધ

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે હોબાળો, જમાલપુર-ખાડિયા બેઠકને લઇને વિરોધ

કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે હોબાળો

Gujarat election 2022: જમાલપુર ખાડિયા બેઠકને લઈને NSUI કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કાર્યાલય બહાર કાળી શાહીથી લખાણ લખીને વિરોધ કરવામાં આવ્યો છે.

    અમદાવાદ: કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે હોબાળો થયો છે. જમાલપુર ખાડિયા બેઠકને લઈને NSUI કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કાર્યાલય બહાર કાળી શાહીથી લખાણ લખીને વિરોધ કરવામાં આવ્યો છે. સાથે કાર્યકરોએ કાર્યાલયમાં તોડફોડ પણ કરી છે. ભરતસિંહના નામની પ્લેટ પણ તોડી નાંખવામાં આવી છે. શાહનવાઝ શેખને ટિકિટ ન મળતાં હોબાળો કરવામાં આવ્યો છે.

    આજે બપોરે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે એનએસયુઆઇના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી. શાહનવાઝ શેખને ટિકિટ ન આપવામાં આવતાં કાર્યકરો ઉગ્ર વિરોધ કરતાં જોવા મળ્યા હતા. તેમણે કાર્યાલયની સીડીઓ પર પણ પેન્ટથી ભરતસિંહ વિરુદ્ધ લખાણો લખ્યા હતા. મળતી માહિતી અનુસાર, જમાલપુર ખાડિયા બેઠક પરથી ઉમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવતાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા પણ શાહનવાઝ શેખને ટિકિટ આપવા મામલે કાર્યકરોએ માગ કરી હતી. ત્યારે આજે શાહનવાઝ શેખના સમર્થકો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો છે.


    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીનો પ્રચાર કરી રહેલા ઓવૈસી સામે 'મોદી-મોદી'નાં લાગ્યા નારા

    જમાલપુર બેઠક પરથી શાહનવાઝ શેખને ટિકિટ ન આપવામાં આવતાં તેને સમર્થકો ઉશ્કેરાયા છે. આ સાથે જ ગઇકાલે રાતે એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસના 10થી વધુ નેતાઓએ રાજીનામા આપ્યા હતા. બીજી બાજુ, બે દિવસ પહેલા પણ એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસના નેતાઓ ભેગા થયા હતા અને શાહનવાઝ શેખને ટિકિટ આપવાની માગણી કરી હતી. જે બાદ આજે શાહનવાઝ શેખના સમર્થકો કોંગ્રેસ પ્રદેશ કાર્યાલાય ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે તોડફોડ કરી હતી.

    ગઇકાલે કોંગ્રેસે વધુ 33 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં 21 ધારાસભ્યો રિપિટ કરાયા છે. 33 ઉમેદવારોમાંથી નવ ક્ષત્રિય ઠાકોર ઉમેદવારોનો સમાવેશ કર્યો છે જ્યારે 15 OBC ઉમેદવાર છે અને ત્રણ પાટીદારને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા પાંચમી યાદીમાં છ નામની યાદી જાહેર કરવામાં આવી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Congress Gujarat, Gujarat Assembly Election 2022, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन