Home /News /ahmedabad /અમદાવાદના આ વોર્ડમાં ચાર સાંસદો, પાંચ ધારાસભ્યો હોવા છતાં લોકો છે પરેશાન

અમદાવાદના આ વોર્ડમાં ચાર સાંસદો, પાંચ ધારાસભ્યો હોવા છતાં લોકો છે પરેશાન

આ 44 ચોરસ કિમીનો વિસ્તાર ચાર સાંસદો, પાંચ ધારાસભ્યો અને ચાર કાઉન્સિલરને ચૂંટે છે.

Gujarat Election Ahmedabad: આ વોર્ડ અનેક વિધાનસભા અને સંસદીય મતવિસ્તારમાં વહેંચાયેલો છે. જેના કારણે મતદારો તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે ક્યાં જાય તે અંગે મૂંઝવણમાં હોય છે.

 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  અમદાવાદઃ અમદાવાદના મ્યુનિસિપલ વોર્ડ લાંભા વોર્ડમાં પુષ્કળ સમસ્યાથી લોકો પરેશાન છે. આ 44 ચોરસ કિમીનો વિસ્તાર ચાર સાંસદો, પાંચ ધારાસભ્યો અને ચાર કાઉન્સિલરને ચૂંટે છે. આ જોઇને એવું લાગે છે કે, આટલા બધા ઉમેદવારો ભેગા થઇને વિકાસની ગતિને બગાડે છે.

  આ વોર્ડ અનેક વિધાનસભા અને સંસદીય મતવિસ્તારમાં વહેંચાયેલો છે. જેના કારણે મતદારો તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે ક્યાં જાય તે અંગે મૂંઝવણમાં હોય છે. લાંભામાં વેજલપુર, દસક્રોઈ, દાણીલીમડા, વટવા અને મણિનગર વિધાનસભા મતવિસ્તારના વિસ્તારો આવે છે. આ સાથે ખેડા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારનો વિસ્તારો પણ લાંભામાં આવે છે.

  લાંભાના સ્વતંત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કાઉન્સિલર કાલુ ભરવાડે આ અંગે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, શહેરમાં આ એક જ એવો વોર્ડ છે જે આટલી બધી વિધાનસભા અને લોકસભા મતવિસ્તારોમાં વહેંચાયેલો છે. અનેકવાર આ વહેંચણી નાગરિકોની મુશ્કેલીનું કારણ બની જાય છે. કારણ કે તેઓ જાણતા નથી કે, જ્યારે તેમને કોઈ સમસ્યા હોય ત્યારે કયા ધારાસભ્ય અથવા સાંસદનો સંપર્ક કરવો. તેમણે ઉમેર્યું હતું કે, જરૂરી લોકોને સરકારી યોજનાઓનો લાભ અને ધારાસભ્ય અને સાંસદ અનુદાનના લાભોથી વંચિત રાખે છે, કારણ કે નાના વિસ્તારોને સામાન્ય રીતે પ્રાથમિકતા મળતી નથી.

  આ પણ વાંચો: Election Live: આપના આ ઉમેદવારના નામ સામે વિરોધ

  લાંભાના યુવાને આ સમસ્યા અંગે વાત કરતા જણાવ્યુ હતુ કે, 'અમારો વોર્ડ 2007માં AMC અધિકારક્ષેત્રમાં લાવવામાં આવ્યો ત્યારે તે લગભગ 58 ચોરસ કિમીનો હતો. પરંતુ તે વર્ષે, વિધાનસભાની ચૂંટણી પહેલા સીમાની મર્યાદાએ તેનો વિસ્તાર ઘટાડીને 44 ચોરસ કિમીનો કરી દીધો હતો.' પરમારે ઉમેર્યું કે, 'એક દાયકાથી, વોર્ડમાં રસ્તા, ગટર અને પાણીના નેટવર્ક સહિતની મૂળભૂત સુવિધાઓ યોગ્ય રીતે નાખવામાં આવી નથી. તેમણે સમસ્યા જણાવતા કહ્યું કે, રસ્તાઓનું નિયમિત સમારકામ થતું નથી. અમારી પાસે હજુ પણ સંપૂર્ણ ગટર લાઇનની વ્યવસ્થા પણ નથી.'

  આ પણ વાંચો: ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારોનો મામલો દિલ્હી દરબારમાં

  આ સાથે લાંભા વોર્ડના કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામસિંહ પરમારે મીડિયા સાથેની વાતતીતમાં આ અંગે જણાવ્યું હતું કે, "લાંભા એકમાત્ર એવો વોર્ડ છે જે જ્યાં રાજકારણીઓનું પ્રતિનિધિત્વ વધુ રહે છે. પરંતુ, નાગરિક સુવિધાઓના સંદર્ભમાં અમારી પાસે કંઈ નથી. શાહવાડી, રાણીપુર અને નારોલ ગામો શરૂઆતમાં 1989માં ઈસનપુરમાં મર્જ કરવામાં આવ્યા હતા પરંતુ 2010 થી લાંભા વોર્ડમાં છે. આ નવા વિસ્તારોમાં યોગ્ય ગટર નેટવર્ક, પાણી પુરવઠો અથવા રસ્તાઓ નથી. સ્થાનિક રહેવાસીઓ નિવારણ માટે ક્યાં જાય છે તે પણ પ્રશ્ન બન્યો છે. સમસ્યા અધિકારક્ષેત્રોની ગૂંચ હોય તેવું લાગે છે. ઉદાહરણ તરીકે, લાંભામાં ગ્યાસપુર વેજલપુર વિધાનસભા બેઠકની અંદર આવેલું છે.
  " isDesktop="true" id="1281099" >

  ઈન્દિરા નગર વિભાગ 1 અને 2 અને લક્ષ્મીપુરા ગામ સહિત બાવીસ લાંભા મતદાન મથકો દસક્રોઈ વિધાનસભા બેઠક હેઠળ આવે છે. વધુ મૂંઝવણભરી વાત એ છે કે, દસ્ક્રોઈ વિધાનસભા બેઠકના વિસ્તારો ખેડા લોકસભા મતવિસ્તારમાં આવે છે. સૈજપુર, પિપલાજ અને ગણેશનગર સહિત પાંચ મતદાન મથકો દાણીલીમડા વિધાનસભા મત વિસ્તારનો ભાગ છે. લાંભાનો મોટો ભાગ, 52 મતદાન મથકો સાથે, મણિનગર વિધાનસભા બેઠક હેઠળ આવે છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन