Home /News /ahmedabad /'આપને એક પણ સીટ નહિ મળે, બધી ડિપોઝિટ જતી રહેશે,' ગુજરાત ચૂંટણી પહેલા જાણો કોને કહી આવી વાત 

'આપને એક પણ સીટ નહિ મળે, બધી ડિપોઝિટ જતી રહેશે,' ગુજરાત ચૂંટણી પહેલા જાણો કોને કહી આવી વાત 

આમ આદમી પાર્ટી ફાઇલ તસવીર

તેમણે વધુમાં જણાવ્યુ કે, આ બધી જ બાબતો આમ આદમી પાર્ટીની માનસિકતાને દર્શાવે છે. તેમની ગુજરાત વિરોધી, પ્રજા વિરોધી,રાષ્ટ્ર વિરોધી માનસિકતાને દર્શાવે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા કે જેમની સો વર્ષની ઉંમર છે અને જેમને રાજકીય ગતિવિધિઓ સાથે કોઈ જ લેવાદેવા નથી અને તે તેમનું નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે તેવા મહિલાને પણ અભદ્ર ટિપ્પણીઓ કરી છે.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા સેન્ટર ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના વાણી વિલાસ, બંધારણના વિરુદ્ધ ઉચ્ચારણ અને હાલમાં જ જાહેર થયેલ તેમના વીડિયો સંદર્ભે  પ્રદેશ મુખ્ય પ્રવક્તા યમલભાઈ વ્યાસ અને મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેએ એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. વડાપ્રધાન પદની ગરીમાને લાંછન લાગે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃ કે જેમની સો વર્ષની ઉંમર છે તેમને અપશબ્દો બોલતા વીડિયો સામે અંગે ભારે રોષ પણ વ્યક્ત કર્યો હતો.

આ પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ પ્રવક્તા યમલભાઈ વ્યાસે જણાવ્યું કે, આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના બેફામ નિવેદનો સામે સમગ્ર ગુજરાત રોષે ભરાયું છે. સમગ્ર ગુજરાતના નાગરિકોએ આ અપશબ્દની નોંધ લીધી છે. ભૂતકાળમાં તેમના વિવિધ વિડીયો નિવેદનમાં હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ, ધાર્મિક વિધિઓ બાબતે તેમણે અભદ્ર  શબ્દોનો ઉચ્ચારણ કર્યો હતો. ત્યાંથી ન અટકતા, તેમના આભરખા પૂરા ન થતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મીડિયામાં ન ચલાવી શકાય, કોઈપણ ન સાંભળી શકે તેવા અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃ હીરાબા કે જેમની સો વર્ષની ઉંમર છે અને જેમને રાજકીય ગતિવિધિઓ સાથે કોઈ જ લેવાદેવા નથી અને તે તેમનું નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. જેમની માટે અભદ્ર ટિપ્પણીઓ કરી છે.

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી પાંચમી ઉમેદવારોની યાદી

તેમણે વધુમાં જણાવ્યુ કે, આ બધી જ બાબતો આમ આદમી પાર્ટીની માનસિકતાને દર્શાવે છે. તેમની ગુજરાત વિરોધી, પ્રજા વિરોધી,રાષ્ટ્ર વિરોધી માનસિકતાને દર્શાવે છે. ભૂતકાળમાં ગોપાલ ઇટાલીયાએ  રાજ્યના તત્કાલીન પૂર્વ ગૃહ મંત્રી પર જૂતુ ફેંક્યું હતું, હિન્દુધર્મના કથાકારો, સાધુઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી એ તેમનું ચરિત્ર દર્શાવે છે.

યમલ વ્યાસે વધુમાં જણાવ્યુ કે, ગુજરાતના રાજકારણમાં ઘણા પક્ષોએ ભાગ લીધો છે, ઘણા પક્ષોએ ચૂંટણીઓ લડી છે પરંતુ ગૌરવશાળી ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય પણ આવી અભદ્ર ભાષાઓના ઉપયોગ કોઈપણ રાજકીય પક્ષે કર્યો નથી. ગુજરાતમાં અગાઉ બહુજન સમાજવાદી પાર્ટી, લોક જન શક્તિ પાર્ટી, નેશનલ કોંગ્રેસ પાર્ટી જેવી પાર્ટીઓએ ગુજરાતના રાજકારણમાં ચૂંટણીઓ લડી છે પરંતુ તેમને ક્યારેય અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો નથી. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા ગુજરાતને બદનામ કરવાના ષડયંત્ર રચતા હોય તેવા તેમના વિડિયો, એવી તેમની પત્રકાર પરિષદ, તેવા તેમના ફોટાઓ ખૂબ વાયરલ થયા છે, જે લોકો ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓ કરે છે તેમની સાથે તેમના મેળાપીપણાના ફૂટેજ વાયરલ થયા છે તે દર્શાવે છે કે, તેમની માનસિકતા માત્રને માત્ર ગુજરાત વિરોધી, ગુજરાતની અસ્મિતાને બદનામ કરનારી રહી છે.

આમ આદમી પાર્ટીએ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમજ હાલમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ તેમને કોઈ જ સફળતા મળી નથી તે માટે આવી મલિન હરકતો કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આમ આદમી પાર્ટી આવી નિમ્ન કક્ષાના નિવેદનો કરીને હરકત કરી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ આવા નિવેદનોને વખોડવાની જગ્યાએ, લાજવાની બદલે તેઓ ગાજી રહ્યા છે અને ગોપાલ ઇટાલીયાને પૂરેપૂરું સમર્થન કરી રહ્યા છે તે ગુજરાતની પ્રજા સતત જોઈ રહી છે.

ગુજરાતની પ્રજાનો અપમાન, મહિલાઓનો અપમાન ગુજરાતના નાગરિકો ક્યારેય સાંખી નહીં લે તે તેમને ધ્યાનમાં રહેવું જોઈએ. આ અગાઉ બીજા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટીએ આવી જ હરકતો કરીને પોતાની ડિપોઝીટો ડૂલ કરાવી હતી. રાષ્ટ્રીય વિરોધી પ્રવૃત્તિમાં સંડોવણી કરનાર આમ આદમી પાર્ટીની ગુજરાતમાં તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થશે તેવો વિશ્વાસ  યમલભાઈએ  વ્યક્ત કર્યો હતો.

આ પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ યજ્ઞેશભાઇ દવે આકરા આરોપો લગાવતા જણાવ્યું કે ગોપાલ ઇટાલીયા એ પાટીદાર સમાજને પોતાના પાપના ભાગીદાર ન બનાવવા જોઈએ. પોતાનો રાજકીય રોટલો શેકવા માટે સમાજનું નામ વટાવી ખાવું અને સમાજને પોતાના પાપના ભાગીદાર બનાવવા એ ગુજરાતનો પાટીદાર સમાજ જોઈ રહ્યો છે અને પાટીદાર સમાજ ક્યારેય આવા અભદ્ર ટિપ્પણી કરનાર, હિન્દુ ધર્મ વિરોધી માનસિકતા ધરાવનાર વ્યક્તિને માફ નહીં કરે.

યજ્ઞેશ દવેએ વધુમાં જણાવ્યું કે, જે વ્યક્તિ માતૃત્વને લજવે, હિન્દુ ધર્મના સાધુ સંતોને લજવે, ભગવાનને લજવે, બંધારણીય પદની ગરીમાને લજવે એ વ્યક્તિ સરદારનો વંશજ કેવી રીતે હોઈ શકે?. સરદાર સાહેબનું અપમાન કરવા માટે ગોપાલ ઇટાલીયા સમગ્ર ગુજરાત, સમગ્ર પાટીદાર સમાજની માફી માંગવી જોઈએ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ધ્યાન હોવું જોઈએ કે ગોપાલ ઇટાલીયાની માનસિકતા ગુજરાત વિરોધી છે તો તેમને પક્ષના ગુજરાતના અધ્યક્ષ બનાવવા બદલ ગુજરાતની માફી માંગવી જોઈએ અને આવા નિમ્ન નિવેદન કરનાર લોકોને છાવરવા ન જોઈએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat AAP, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી