Home /News /ahmedabad /Gujarat Election: આપે જાહેર કરી ઉમેદવારોની 14મી યાદી, આ બેઠક પરથી લડશે ખુમાનસિંહ ગોહિલ

Gujarat Election: આપે જાહેર કરી ઉમેદવારોની 14મી યાદી, આ બેઠક પરથી લડશે ખુમાનસિંહ ગોહિલ

આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 14મી યાદી જાહેર

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 14મી યાદી જાહેર કરવામાં આવી છે. આપની 14મી યાદીમાં જામજોધપુર બેઠક પરથી હેમંત ખાવાનું નામ જાહેર કરવામાં આવ્યુ છે.

  અમદાવાદ: ગુજરાત ચૂંટણી જાહેર થયા બાદ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત આમ આદમી પાર્ટીએ આજે તેમના ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી દીધી છે. આપની 14મી યાદીમાં જામજોધપુર બેઠક પરથી હેમંત ખાવાનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે થરાદમાં વિરચંદભાઈ ચેલાભાઈ ચાવડા, ઉનામાંથી સેજલબેન ખૂંટ તથા ભાવનગર રૂરલ પરથી ખુમાનસિંહ ગોહીલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

  આપની ઉમેદવારોની 14મી યાદી


  આપની 14મી યાદીમાં જામજોધપુર બેઠક પરથી હેમંત ખાવાનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. આ સાથે થરાદમાં વિરચંદભાઈ ચેલાભાઈ ચાવડા, જામનગર દક્ષિણમાંથી વિશાલ ત્યાગી તથા તલાલામાં દેવેન્દ્ર સોલંકીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઉનામાં સેજલબેન ખૂંટ, ભાવનગર રૂરલમાં ખુમાનસિંહ ગોહીલ, ખંભાતમાં અરૂણ ગોહીલ, કરજણમાં પરેશ પટેલ, જલાલપોરમાં પ્રદિપકુમાર મિશ્રા અને ઉમરગામ બેઠક પરથી પર અશોક મોહનભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચો: આપે જાહેર કરી ઉમેદવારોની 13મી યાદી, 12 નામ જાહેર કરાયા

  આપની ઉમેદવારોની 13મી યાદી


  આપ દ્વારા 13માં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અબડાસાથી વસંત ખેતાણી, ધાનેરાથી સુરેશ દેવડા, ઊંજાથી ઉર્વીશ પટેલ, અમરાઇવાડીથી વિનય ગુપ્તા, આણંદથી ગીરિશ શંડીલીયા, ગોધરાથી રાજેશ રાજુ, વાઘોડીયાથી ગૌતમ રાજપૂત, વડોદરા શહેરથી જીગર સોલંકી, માંજલપુરથી વિનય ચવન, કરંજથી મનોજ સોરઠીયા, મજૂરા પીવીએસ શર્મા, કતારગામથી ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.

  આપની ઉમેદવારોની 12મી યાદી


  આપના ઉમેદવારોની 12મી યાદીમાં યુવરાજસિંહની ટિકિટ પાછી ખેંચવામાં આવી હતી. યુવરાજસિંહ હવે દહેગામથી નહીં લડે. યુવરાજસિંહે બેઠક પરથી નામ પાછુ ખેંચ્યું હતું. વિરોધ બાદ ટિકિટ બદલાઈ હોવાની ચર્ચા છે. દહેગામમાં સ્થાનિકને ટિકિટ આપવાની માગ હતી. યુવરાજને સ્ટાર પ્રચારક તરીકે નિમાયા છે. હવે દહેગામથી સુહાગ પંચાલ ચૂંટણી લડશે. આ સાથે જ પાર્ટી પર દરેક વિધાનસભાના ઉમેદવારને જીતાડવાનું ભારણ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 7 વિધાનસભા માટે વ્યૂહ રચના માટે આપ પાર્ટીના યુવરાજ સિંહને નિમવામાં આવ્યા છે.

  આ પણ વાંચો: આપે જાહેર કરી ઉમેદવારોની 11મી યાદી, આ બેઠક પરથી લડશે અલ્પેશ કથરિયા

  આપની ઉમેદવારોની 11મી યાદી


  આપની 11મી યાદીમાં ગાંધીધામમાંથી બીટી મહેશ્વરીનું નામ જાહેર કરવામાં આવ્યુહતું. આ સાથે દાંતામાં એમ.કે બોમડીઆ, પાલનપુરમાંથી રમેશ નભાણી તથા વરાછા રોડ પરથી અલ્પેશ કથરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કામરેજમાં મુકેશ ઠાકર, રાધનપુરમાં લાલજી ઠાકોર, મોડાસામાં રાજેન્દ્રસિંહ પરમાર, રાજકોટ પૂર્વમાં રાહુલ ભૂવા, રાજકોટ પશ્ચિમમાં દિનેશ જોષી, કુતૂયાણામાં ભીમાભાઇ દાનાભાઇ મકવાણા, બોટાદમાં ઉમેશ મકવાણા, ઓલપાડમાં ધાર્મિક માલાવિઆ, વરાછા રોડ પર અલ્પેશ કથરિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.


  આમ આદમી પાર્ટીની દસમી યાદી


  આમ આદમી પાર્ટીએ 10મી યાદી જાહેર કરીને 21 ઉમેદવાર જાહેર કર્યા હતા. આ યાદી અનુસાર આપે અત્યાર સુધીમાં 139 ઉમેદવાર જાહેર કર્યા છે. આપની 10મી યાદીમાં જે નામ જાહેર કરવામાં આવ્યા છે તે પ્રમાણે વાવથી ડૉ. ભીમ પટેલ, ઠક્કરબાપાનગરથી સંજય મોરી, બાપુનગરથી રાજેશ દીક્ષિત, દસક્રોઈથી કિરણ પટેલ, ધોળકાથી જાત્તુલા ગોલ, ધાંગધ્રાથી વાગજી પટેલ, વિરમગાથી કુંવરજી ઠાકોર, માણવાદરથી કરશનબાપુ ભદ્રકા, ધારીથી કાંતિ સતાસિયા, સાવરકુંડલાથી ભરત નાકરની, અમરેલીથી અશોક જોલીય, તળાજાથી લાલુબેન ચૌહાણ, ગઢડાથી રમેશ પરમાર, ખંભાતથી ભરતસિંહ ચાવડા સોજીત્રાથી મનુ ઠાકોર, લીમખેડાથી નરેશ બારિયા, પાદરાથી જયદીપસિંહ ચૌહાણ, વાગરાથી જયરાજ સિંહ, અંકલેશ્વરથી અંકુર પટેલ, માંગરોળથી સ્નેહલ વસાવા, સુરત પૂર્વથી મોકેશ સંઘવીના નામ જાહેર કરવામાં આવ્યા છે.
  Published by:Vimal Prajapati
  First published:

  Tags: Aaam Aadmi Party, AAP Gujarat, Candidate List

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन