liveLIVE NOW

Gujarat Election Live: ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારો ચિત્ર આજે થશે સ્પષ્ટ, ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ

Gujarat Election update: 93 બેઠક પર યોજાનારી વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ટકરાશે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે.

 • News18 Gujarati
 • | November 21, 2022, 08:44 IST |  Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 11 DAYS AGO
  13:56 (IST)
  પીએમ મોદીએ કહ્યુ કે, 24 કલાક વિજળી વાત કરી ત્યારે સવાલ થયા હતા. વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓએ કહ્યુ હતુ કે શક્ય નથી. મેં કહ્યુ હતુ કે અધરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે. અઘરા કામ કરું પણ છું અને કામ કરીને બતાવું પણ છું. કેનાલો થકી સુરેન્દ્રનગરને પાણીદાર બનાવ્યું છે. નર્મદા યોજનાનો સૌથી મોટો લાભ કોઈ જિલ્લાને મળશે એવું મેં કહ્યું હતું, એ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે અને આજે એ લાભ તમને પહોંચી ગયો છે. આ જનમેદની બતાવે છે કે ભાજપની જીત નક્કી છે. ભાજપની વિજયયાત્રાને કોઈ રોકી શકે નહીં.

  13:26 (IST)
  પીએમ મોદીએ કહ્યુ કે, કોંગ્રેસ વાળાનો અહંકાર તો જુઓ. કોંગ્રેસ કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ. મારી કોઇ ઔકાત નથી. તમે મને નીચ કીધો, ગંદી નાળીનો કીડો કીધો, મોતનો સોદાગર કીધો. હું તો સામાન્ય પરિવારથી છુ. મારી કોઇ ઔકાત નથી. આ વખતે કમળ સિવાય કંઇ નહીં. રોળા નાખવાવાળાને ન લાવતા. હજુ મારે ઘણુ બધુ કરવું છે. વાર તહેવારે થતા અપમાન હું ગળી જાઉં છું કારણ કે, મારે આ દેશના 130 કરોડ લોકોનું ભલું કરવું છે, મારે આ ભારતને વિકસિત ભારત બનાવવું છે. તમારું સુરેન્દ્ર અને હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર આ ત્રિવેણી સંગમ છે આપણો.

  11:21 (IST)
  આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આજથી 4 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે 5 રોડ શો અને 3 જનસભાને સંબોધિત કરશે. આજે સાંજે 4:00 વાગ્યે ધાંગધ્રામાં રોડ શો અને રાત્રે 7 :00 વાગ્યે ચોટીલામાં જનસભાને સંબોધિત કરશે. આપનાં રાજસભા સાંસદ સંજયસિંહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે સાંજે 4.00 વાગે વરાછા બેઠક પરથી ઉમેદવાર અલ્પેશ કથિરિયાનાં સમર્થનમાં બાઈક રેલીમાં જાડાશે. 

  10:27 (IST)
  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નસવાડી ખાતે ચૂંટણી પ્રચાર માટે આવશે. સંખેડાના ભાજપના ઉમેદવાર અભેસિંગ તડવીના સમર્થનમાં બપોરે 1.00 વાગે સભાને સંબોધશે. આ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાના ચૂંટણી પ્રચાર માટે ચોપાટી ખાતે સાંજે સભા કરશે. 

  9:36 (IST)
  કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બે ચૂંટણી સભાને સંબોધશે. તેઓ આજે બપોરે 1.00 વાગે સુરતના મહુવામાં પાંચકાકડા ગામ અને બપોરે 3.00 વાગે રાજકોટનાં શાસ્ત્રી મેદાનમાં ચૂંટણી સભાને સંબોધશે. 

  9:7 (IST)
  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 જિલ્લામાં ચૂંટણી સભા સંબોધશે. સવારે 11.00 વાગે દ્વારકાનાં ખંભાળીયા, બપોરે 1.00 વાગે ગીરસોમનાથનાં કોડિનાર, બપોરે 3.00 વાગે જૂનાગઢનાં માળીયા હાટીના અને સાંજે 6.30 વાગે ભૂજમાં જાહેર સભાને સંબોધશે.  

  8:51 (IST)
  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓ  સવારે 11 વાગે રાજભવનથી સુરેન્દ્રનગર જવા રવાના થશે. બપોરે 12.00 વાગે સુરેન્દ્રનગર જાહેર સભા સંબોધશે. 1.00 વાગે સુરેન્દ્રનગરથી જંબુસર જવા રવાના થશે. 2.00 વાગે જાંબુસરમાં જાહેરસભાને સંબોધશે. 3.00 વાગે નવસારી જવા રવાના. 4.00 વાગે નવસારીમાં જાહેરસભાને સંબોધન કરશે. 5 વાગે નવસારીથી સુરત એરપોર્ટ જવા રવાના થશે જે બાદ સુરતથી દિલ્હી જશે. 

  8:43 (IST)
  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. 93 બેઠક પર યોજાનારી વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ટકરાશે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે. વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે કુલ 1112 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં બનાસકાંઠામાંથી 105, પાટણમાંથી 52, મહેસાણામાંથી 90, સાબરકાંઠામાંથી 25, અરવલ્લીમાંથી 39, સાબરકાંઠામાંથી 6, ગાંધીનગરમાંથી 73, અમદાવાદમાંથી 332, આણંદમાંથી 81, ખેડામાંથી 57, મહીસાગરમાંથી 30, પંચમહાલમાંથી 52, દાહોદમાંથી 44, વડોદરામાંથી 89, છોટા ઉદેપુરમાંથી 19 ઉમેદવારનો સમાવેશ થાય છે.

  8:34 (IST)
  Gujarat Election: આજે ભાજપ, કોંગ્રેસ અને આપનાં દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભા ગજાવશે. આપને જણાવીએ કે, આજે રાજ્યમાં વડાપ્રધાન મોદી,  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ,  આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા,આપનાં રાજસભા સાંસદ સંજયસિંહ, AIMIM નાં અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે જનસભા સંબોધશે.

  અમદાવાદ: ગુજરાતમાં હાલ તમામ પક્ષો દ્વારા ચૂંટણીનો ઝંઝાવતી પ્રચાર ચાલી રહ્યો છે. તમામ પક્ષો મતદારોને પોતાના સમીકરણ સમજાવવાનો અથાગ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપ, કોંગ્રેસ અને આપનાં દિગ્ગજ નવ નેતાઓ ગુજરાતમાં સભા ગજાવશે. તો બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. 93 બેઠક પર યોજાનારી વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ટકરાશે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે.

  આપને જણાવીએ કે, આજે રાજ્યમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા,આપનાં રાજસભા સાંસદ સંજયસિંહ, AIMIM નાં અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે જનસભા સંબોધશે.
  विज्ञापन
  विज्ञापन