Home /News /ahmedabad /આ જબરુ થયું! કોનો ફોન આવ્યો કે, ગોતા વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ રાતો રાત કાઢી લેવા પડ્યા?

આ જબરુ થયું! કોનો ફોન આવ્યો કે, ગોતા વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બોર્ડ રાતો રાત કાઢી લેવા પડ્યા?

ચૂંટણી બહિષ્કારના બોર્ડ રાતો રાત કાઢી લેવાયા

Gujarat election 2022: ચૂંટણી ટાણે સમસ્યા નજર આવશે તેવા ઈરાદાથી અમદાવાદના વંદેમાતરમ રોડ પરની સોસાયટીમાં લાલ બ્લેકગ્રાઉન્ડ અને સફેદ અક્ષરથી મોટા બોર્ડ લગાવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે, અચાનક સવારે લાગેલાં બોર્ડ રાતો રાત ઉતારી લેવામાં આવ્યા.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદનાં ગોતા વિસ્તારમાં આજે કોઈપણ વ્યકિત પસાર થાય તો તોબા પોકારી ઉઠે છે. આ વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર સાંજના 07થી 8.30 વાગ્યા સુધી ટ્રાફિકને કારણે લોકો એક કલાક ટ્રાફિકમાં ફસાયેલાં રહે છે જેની પાછળનુ કારણ ખોવાયેલો રોડ છે. વંદેમાતરમ રોડ એક તરફ બંધ અને એક તરફથી ચાલુ હોવાથી જગતપુર જવા અને આવવા માંગતા લોકો માત્ર એક જ રોડનો ઉપયોગ કરે છે જેને કારણે લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ સમસ્યા જાન્યુઆરી 2022થી યથાવત


ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનાં મત વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા લગભગ જાન્યુઆરી 2022થી છે. ચૂંટણી ટાણે તો સમસ્યા નજર આવશે એ ઈરાદાથી અમદાવાદના વંદેમાતરમ રોડ પરની સોસાયટીમાં લાલ બ્લેકગ્રાઉન્ડ અને સફેદ અક્ષરથી મોટા બોર્ડ લગાવામાં આવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવાર તથા તેમનાં સમર્થકોએ ચૂંટણી પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં’ વંદે માતરમ રોડ પર આવેલાં શુકન રેસીડેન્સી દ્રારા વંદેમાતરમ રોડ પર આવેલાં 10 જેટલી સોસાયટી અને જે સોસાયટી રોડ પર નથી તે તમામ સોસાયટીમાં આ બોર્ડ લગાવવાની તૈયારીઓ કરી લીધી હતી.

આ પણ વાંચો: ચૂંટણી પંચે પાંચમી ડિસેમ્બર સુધી એક્ઝિટ પોલ પર લાગવી રોક

સવારે લાગેલાં બોર્ડ રાતો રાત ઉતારી ગયા


ખાસ વાત એ છે કે, અચાનક સવારે લાગેલાં બોર્ડ રાતોરાત ઉતારી લેવામાં આવ્યા. એટલું જ નહીં ન્યૂઝ18 ગુજરાતીએ જ્યારે સોસાયટીના રહીશ અને આગેવાન જિગ્નેશ પટેલને સંપર્ક કર્યો ત્યારે તેમને ફોન ઉપાડવાનો કે કોલ બેક કરવાની પણ તસ્દી ના લીધી. સવાલ અહીં એ થાય કે આખરે એવું તો શું થયું કે રાતોરાત રોડ મામલે ભભૂકી ઉઠેલા રોષ પર ઠંડુ પાણી ફરી વળ્યું? શું પટેલવાદ કામ લાગ્યો કે પછી રોડ થઈ જશે થોડી શાંતિ રાખો કહીને બેસાડી દેવામાં આવ્યા છે.

રાતો રાત આખોય મામલો દબાવી દેવાયો


આ મામલે ગોતા વિસ્તારનાં સુત્રોનું કહેવું છે કે, બોર્ડ ઉતારી લેવા માટે તમામ પ્રકારના બળ કામ લાગી ગયા હતા. સુત્રોનું કહેવું છે કે જે દિવસે બોર્ડ લાગ્યા એ દિવસની રોડ પર જેસીબી અને રેતીના ઢગલા કરીને કામ ચાલુ થઈ જવાની તૈયારીઓ કરી દેવામાં આવી હતી. જોકે બપોર સુધી કોઈ કારીગરો ન દેખાતા બોર્ડ લગાવી રાખ્યા હતા. મીડિયામાં આ વાત લીક થાય તે પહેલા રાતોરાત આખોય મામલો દબાવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ડીસા વિધાનસભા બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ, જાણો કોણ મારશે બાજી

આ મામલે શુકન રેસીડેન્સીના રહીશે શું કહ્યું?


10 નવેમ્બરે લાઈન અપ થયેલાં ઈન્ટરવ્યુમાં શુકલ રેસીડેન્સીનાં આગેવાન જિગ્નેશ પટેલે કહ્યું કે અમારી સોસાયટી જો કોઈ ઈમરજન્સી 108 આવી ના શકે એ હદે હાલત ખરાબ છે. રોડ નાનો છે અને આ સમસ્યાં વર્ષો છે. જગતપુર ક્રોસિંગ બંધ થતાં બીજા ક્રોસિંગથી જવા ભીડ થાય છે. સૂત્રોનું એવું પણ કહેવું છે કે, આ મામલાની અંદર મુખ્યમંત્રીની સીધી નજર પડી હતી. કેટલાક લોકો એવું પણ માને છે કે, મુદ્દો મુખ્યમંત્રીના મત વિસ્તારનો હોવાથી ઉડીને આંખે વળગે તેવો બની જતો હોય છે તેને લઈને જ મુદ્દો મોટો થાય તે પહેલા જ રોડનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું અને રાતોરાત બોર્ડ પણ ઉતરી ગયા છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmadabad, Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन