Home /News /ahmedabad /Gujarat Election 2022: અમદાવાદમાં ચાલુ મતદાને EVM બગડ્યું તો શું? તંત્રએ કરી ખાસ વ્યવસ્થા

Gujarat Election 2022: અમદાવાદમાં ચાલુ મતદાને EVM બગડ્યું તો શું? તંત્રએ કરી ખાસ વ્યવસ્થા

અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવાની છે. આ સાથે જ અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે. જે માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી માટે તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજવાની છે. આ સાથે જ અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે. જે માટે જિલ્લા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા ચૂંટણી માટે તમામ વ્યવસ્થા કરી દીધી છે. જો કોઈ સંજોગોમાં ચૂંટણી પ્રક્રિયામાં મતદાન દરમિયાન જો EVM બગડે તો તે માટે EVM રિઝર્વ રાખવાની વ્યવસ્થા જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી માટે તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીને લઈ તંત્રની કામગીરીનો દોર શરૂ


આ સાથે જ સમગ્ર ચૂંટણી લઈને કલેકટર કચેરીએ અને જિલ્લા ચુંટણી અધિકારીની ઓફિસે કંટ્રોલ રૂમ પણ ઉભા કરવામાં આવશે. કંટ્રોલ રૂમ દ્વારા તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થતા ચૂંટણી અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે. જેને લઈ ફ્લાઈંગ સ્કોડએ આચાર સહિતાનો અમલ શરૂ કરી દીધો છે. અમદાવાદ જિલ્લા કલેકટર ધવલ પટેલએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આયોજનથી માંડીને મતદારોને કોઈ અગવડ ન પડે અને શાંતિ પૂર્વક ચૂંટણી યોજાય તેવી વ્યવસ્થાનો ચિતાર રજૂ કર્યો.

આ પણ વાંચો: સુરતની 16 વિધાનસભાની બેઠકો પર મતદાનને લઈ સુરત જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું 

અંદાજે 20 ટકા EVM રીઝર્વ રાખવામાં આવશે


અમદાવાદ જિલ્લા કલેકટરે જણાવ્યું છે કે, જિલ્લા કલેક્ટર કચેરીએ કંટ્રોલ રૂમ શરૂ થશે અને વિધાનસભા પ્રમાણે રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. મતદાન દરમિયાન જો EVM બગડે તો મતદાન પ્રક્રિયાને અસર ન થાય તે માટે અંદાજે 20 ટકા EVM રીઝર્વ રાખવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણીના રિજલ્ટ પછી EVM સાથે કોઈ છેડછાડ ના થાય તેના માટે દરેક મુમેન્ટનું ટ્રેકિંગ કરવામાં આવશે. જ્યાં પણ EVM મશીન રાખવામાં આવશે ત્યાં 24 કલાક માટે સીસીટીવીથી મોનિટરીગ કરવામાં આવશે.

8 તારીખે ત્રણ જગ્યાએ મતગણતરી હાથ ધરવામાં આવશે


ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે ગેરકાયદેસર નાણાંની હેરાફેરી પણ થતી હોય છે તેને પકડી પાડવા માટે ચેક પોઇન્ટ બનાવામાં આવશે.  જેમાં પોલીસના અધિકારીઓ સાથે ચૂંટણી અધિકારીઓ પણ હાજર રહેશે. સમગ્ર ઘટનાનું વીડિયોગ્રાફી રેકોર્ડીગ પણ કરવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આઠ તારીખે ત્રણ જગ્યાએ મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી માટે ગુજરાત કોલેજ અને એલડી એન્જીનીયર કોલેજ અને સરકારી પોલીટેક્નિકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Assembly Election 2022, Elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

विज्ञापन
विज्ञापन