Home /News /ahmedabad /Gujarat Election 2022: વિરમગામ બેઠક ફરી એકવાર ચર્ચામાં, એક નિવૃત સૈનિક હાર્દિક પટેલને આપશે સીધી ટક્કર

Gujarat Election 2022: વિરમગામ બેઠક ફરી એકવાર ચર્ચામાં, એક નિવૃત સૈનિક હાર્દિક પટેલને આપશે સીધી ટક્કર

વિરમગામ બેઠક ફરી એકવાર ચર્ચામાં

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ રાજકીય ગરમાવો વધુને વધુ તેજ બની રહ્યોં છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની વિરમગામ બેઠક આ વખતે વધુ ચર્ચામાં જોવા મળી રહી છે.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ રાજકીય ગરમાવો વધુને વધુ તેજ બની રહ્યોં છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની વિરમગામ બેઠક આ વખતે વધુ ચર્ચામાં જોવા મળી રહી છે. આમ તો આ બેઠક પર ભાજપમાંથી ઉમેદવાર તરીકે હાર્દિક પટેલના નામની જાહેરાત થતા જ વધુ ચર્ચામાં રહી છે, તેવામાં આ ચૂંટણીમાં આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારને ટક્કર આપશે એક નિવૃત સૈનિક. કારણ કે આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીખે ઉમેદવારી નોંધાવી રહ્યાં છે. જાણો કોણ છે આ એક્સ આર્મી મેન કે જેઓ ચૂંટણીમાં જંપલાવી રહ્યા છે.

વિરમગામ બેઠક હાઈપ્રોફાઈલ બેઠક બની


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 39 વિરમગામ બેઠક હાઈપ્રોફાઈલ બેઠક બની ગઈ છે.  કારણ કે, આ બેઠક પર પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો એવા હાર્દીક પટેલ ભાજપમાંથી ઉમેદવારી કરી રહ્યાં છે. આ એ હાર્દિક છે કે, જે પાટીદાર આંદોલન બાદ કોંગ્રેસમાં જોડાયા હતા અને પછી કોંગ્રેસ સાથે સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. હવે તેઓ ભાજપમાંથી વિરમગામ બેઠક પર જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ બેઠક પર તેઓને કોંગ્રેસમાંથી લાખા ભરવાડ તેમને સીધી ટક્કર આપી રહ્યાં છે.

આ પણ વાંચો: પૂર્વ ધારાસભ્યે ક્રોંગ્રેસ પર લગાવ્યો રૂપિયા લઇને ટિકિટ વેચવાનો આક્ષેપ

વિરમગામ બેઠક પહેલાથી ચર્ચામાં


લાખા ભરવાડ કે જેઓ આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે. એટલુ જ નહિ હાલમાં એનસીપીમાંથી છેડો ફાડી રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓને પણ આપ પાર્ટી વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે. એટલે આ બેઠક પહેલાથી ચર્ચામાં રહી છે. અને તેવામાં આ તમામ ઉમેદવારોને ટક્કર આપવા આવી રહ્યા છે એક નિવૃત આર્મી મેન જિગ્નેશ મનુભાઈ પટેલ. જિગ્નેશભાઈ એક નિૃવત આર્મી મેન છે અને તેઓએ આ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

આ  પણ વાંચો: મધુ શ્રીવાસ્ત્વ - 'મારા કાર્યકર્તાઓને હાથ લગાડ્યો તો ઘરમાં ઘૂસીને ગોળી મારી દઇશ'

આર્મીમેન હવે ચૂંટણીમાં જંપલાવશે


તેઓનું કહેવું છે કે, ‘ચૂંટણી લડવાનો માત્ર એક જ ઈરાદો છે. તેઓએ 17 વર્ષ સુધી પરિવારથી દૂર રહી દેશની સેવા કરી છે અને હવે જનતાની સેવા કરવાની તક મળે તેવી આશા છે. લોકો પાટલી બદલીને જનતાને ગુમરાહ કરી રાજકારણ કરતા હોય છે. જ્યારે અમે ખુબ જ નિખાલસ અને નિષ્ઠાથી દેશ સેવા કરી છે. જનતાને એક જ અપીલ છે કે એક મોકો સાચા સેવકને આપે.’ જિગ્નેશ પટેલ વર્ષ 2001માં આર્મીમાં જોડાયા હતા. તેઓ આર્મીમાં ઈન્સેન્ટ્રી સોલ્જર તરીકે સેવા આપી છે. 20 એપ્રિલ 2016માં નિવૃત થયા છે. તેઓએ 10 વર્ષ સુધી જમ્મુ કાશ્મીરમાં સેવા આપી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, ગુજરાત, હાર્દિક પટેલ

विज्ञापन
विज्ञापन