Union
Budget 2023

Highlights

Home /News /ahmedabad /Gujarat Election 2022: વેજલપુર બેઠક પર મુસ્લિમ મતદારોની નિષ્ક્રિયતા ભાજપ માટે જીતનું કારણ! 

Gujarat Election 2022: વેજલપુર બેઠક પર મુસ્લિમ મતદારોની નિષ્ક્રિયતા ભાજપ માટે જીતનું કારણ! 

શહેરી વિસ્તારની વેજલપુર બેઠક પર ભાજપની પકડ રહી છે.

Gujarat Election 2022: વેજલુપર બેઠક અસ્તિવમાં આવ્યા બાદ બે ચૂંટણી થઇ જેમાં બન્ને વખત ભાજપનો ભગવો લહેરાયો છે. વેજલપુર બેઠક પર ભાજપનું પલડું ભારે છે. કારણ કે...

અમદાવાદ: શહેરની વેજલપુર બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ 42માં નંબરની બેઠક છે. વેજલપુર બેઠક સામાન્ય બેઠક છે. વેજલપુર બેઠકનો સમાવેશ ગાંધીનગર લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. વેજલપુર બેઠકમાં અમદાવાદ સીટી તાલુકાના વસ્ત્રાપુર, મકતમપુરા, ગ્યાસપુર, વેજલપુર, મકરબા, સરખેજ અને જોધપુર વિસ્તારનો સમાવેશ થાય છે. વેજલપુર બેઠકમાં કુલ 3,68,972 મતદારો છે. વેજલપુર બેઠકની ઉત્તરે અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠક, પૂર્વમાં અમદાવાદ શહેરની એલિસબ્રિજ અને દાણીલીમડા બેઠક, દક્ષિણમાં અમદાવાદ જિલ્લાની દસક્રોઈ અને પશ્ચિમમાં અમદાવાદ જિલ્લાની સાણંદ બેઠક આવેલી છે.

વેજલુપર બેઠક પર ભાજપની પકડ

શહેરી વિસ્તારની વેજલુપર બેઠક પર ભાજપની પકડ રહી છે. વેજલપુર બેઠક પર અમિત ઠાક્કરની જીત નિશ્ચિત મનાઇ રહી છે. કારણ કે અહીં ભાજપનો મોટુ સંગઠન ફાયદો કરાવશે. આ ઉપરાંત કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર પટેલ ઉર્ફ રાજુભાઇ મકરબાવાળાથી જાણીતા ઉમેદવાર સ્થાનિક છે, પરંતુ કોંગ્રેસ સંગઠનનો અભાવ હારનું મોટું કારણ સાબિત થશે. મુસ્લિમ મત હોવા છતાં પણ મુસ્લિમ સમાજના મતો કોંગ્રેસ તરફ આપી શક્તા નથી. જેના પગલે કોંગ્રેસનો મોટો ફટકો આ બેઠક પર પડે છે. વેજલપુર બેઠક 2008ના ડિલિમિટેશન પછી અસ્તિત્વમાં આવી છે. છેલ્લી 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કિશોર ચૌહાણ કોંગ્રેસના મિહીર શાહ સામે 22 હજાર મતની સરસાઇથી જીત્યા હતા.

આ પણ વાંચો: કોળી પ્રભુત્વ છતાં ક્ષત્રિય મતો નિર્ણાયક, આ સીટ પર નજીવા માર્જિનથી મળે છે જીત

વેજલપુર બેઠક પર ભાજપનું પલડું ભારે

વેજલુપર બેઠક અસ્તિવમાં આવ્યા બાદ બે ચૂંટણી થઇ જેમાં બન્ને વખત ભાજપનો ભગવો લહેરાયો છે. વેજલપુર બેઠક પર ભાજપનું પલડું ભારે છે. કારણ કે વેજલુપર બેઠકમાં જોધપુર, વેજલપુર અને મક્તપુરા વોર્ડનો સમાવેશ થાય છે. જે સ્થાનિક કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપ તરફ રહ્યો હતો. વેજલપુર બેઠક 2008ના ડિલિમિટેશન પછી અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કિશોર ચૌહાણ કોંગ્રેસના મિહિર શાહ સામે 22,567 મતની સરસાઈથી જીત્યા હતાં. જ્યારે વર્ષ 2012માં ભાજપના કિશોર ચૌહાણ 40985ની સરસાઇ સાથે જીત્યા હતા.

આમ, વેજલપુર બેઠક ઉપર અત્યાર સુધી થયેલી બંને ચૂંટણીઓમાં ભાજપનો વિજય થયો છે. ગત ફેબ્રુઆરીમાં થયેલી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વેજલપુર બેઠકમાં આવતા જોધપુર, વેજલપુર અને સરખેજમાં ભાજપની આખી પેનલનો વિજય થયો હતો, જ્યારે મકતમપુરા વોર્ડમાં ઔવેસીની પાર્ટીનો 3 બેઠક અને કોંગ્રેસનો 1 બેઠક ઉપર વિજય થયો હતો. આમ, આવનારી ચૂંટણીમાં ભાજપ વેજલપુર બેઠક ફરી એકવાર આસાનીથી કબજે કરશે એમ લાગી રહ્યું છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat Assembly Election 2022

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन