liveLIVE NOW

Gujarat Election 2022 live: ગુજરાતમાં 20 વર્ષથી લોકોએ કરફ્યૂ જોયો નથી: અમિત શાહ

Gujarat Assembly Election 2022 live updates: વડાપ્રધાન મોદી 19મીથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે. 19 અને 20 નવેમ્બરે પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે.

 • News18 Gujarati
 • | November 16, 2022, 14:46 IST |  Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 21 DAYS AGO
  14:40 (IST)
  ભરૂચની જંબુસર બેઠક પરથી ભાજપે દેવકિશોરદાસજી સ્વામીને ટિકિટ આપી છે. તેઓ ડી. કે. સ્વામી તરીકે જાણીતા છે. તો, ગઢડા બેઠક પરથી ભાજપે રાજ્યસભાના પૂર્વ સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયાને ટિકિટ આપી છે. શંભુપ્રસાદ ટુંડિયા ઝાંઝરકા સવૈયા નાથની જગ્યાના ગાદીપતિ છે. તેવી જ રીતે જે ઉમેદવારોને ભાજપ કોંગ્રેસ કે આપ પાર્ટીમાં ઉમેદવારી કરવા નથી મળી તેવા ઉમેદવારો અપક્ષ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી રહ્યાં છે. ત્યારે 107 બોટાદ બેઠક પરથી આ વખતે જે સંત અપક્ષ ઉમેદવારી કરી રહ્યાં છે તે છે ઋષિભારતી બાપુ.

  14:14 (IST)
  સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. પહેલા કોંગ્રેસમાં રહેલા અને ત્યારબાદ આપ પાર્ટીમાં જોડાયેલા કાંઠા વિસ્તારના કોળી પટેલ આગેવાન અને આપ નેતા યોગેશ પટેલ પોતાના ચારસોથી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. યોગેશ પટેલે ચોર્યાસી વિધાનસભાના ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.જ્યાં વેસુ સ્થિત કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અને શહેર ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં યોગેશ પટેલ અને તેમના કાર્યકરો વિધિવત ભાજપનો કેસરિયા ધારણ કરી પાર્ટીમાં જોડાયા હતા. શહેર ભાજપ પ્રમુખ નિરઝંન ઝાંઝમેરા અને ચોર્યાસીના ઉમેદવાર સંદીપ દેસાઈએ તમામને ભાજપનો ખેંસ અને ટોપી પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. જોકે, ટિકિટ કપાવવાના કારણે પાર્ટીથી નારાઝ ઝંખના પટેલની કાર્યક્રમમાં ગેરહાજરી જોવા મળી હતી.

  11:30 (IST)
  અમિત શાહે પોતાના સંબંધોની શરૂઆતમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચૂંટણી બાદનાં ભાવિ મુખ્યમંત્રી તરીકે સંબોધ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને 1990થી જનતાએ ભાજપ પર થપ્પો મારીને આશીર્વાદ આપ્યા છે. બધા વિક્રમો તોડીને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. આ સાથે તેમણે જણાવ્યું કે, 1985થી 95 સુધી રાજ્યમાં કોમી હુલ્લડથી ગુજરાત પીડાયું છે. અને આજે 20 વર્ષનાં છોકરાને પૂછીએ કે હુલ્લડ કોને કહેવાય તેને નથી ખબર. 

  11:20 (IST)
  રેશ્મા પટેલે આપમાં જાડાઇને પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આમ આદમી પાર્ટીના નામ પરથી જ જાણી શકાય છે કે, આ પાર્ટી સામાન્ય માણસો માટે કામ કરતી પાર્ટી છે. મેં ગરીબ, શોષિત લોકોનો અવાજ બનવા માટે હંમેશા મારી શક્તિ અર્પણ કરી છે. સામાન્ય માણસને રોટી, કપડા ઔર મકાન સાથે આરોગ્યની જરૂર હોય છે. તેનો મને વિશ્વાસ છે કે, આ આમ આદમી પાર્ટી જ આપી શકશે. આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે, અમે અહીં રાજકારણ નહીં રાજનીતિ કરવા આવ્યાં છીએ. 

  10:47 (IST)
  ઘાટલોડિયા વિધાનસભાનું ફોર્મ ભરતા પહેલા સીએમ પટેલે જણાવ્યુ કે, 'નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શનમાં વિકાસનાં કાર્યો કર્યા છે અને તેમાં પ્રજાજનોનો સાથ મળ્યો છે. જેના કારણે દરેકનાં મનમાં એવું થાય છે કે, આ ગુજરાત મેં બનાવ્યું છે. આજે અહીં સંત પણ ઉપસ્થિત છો અને તમે પણ આશીર્વાદ આપજો કે, અમે નાનામાં નાના માણસનાં કામ કરી શકીએ.'

  10:39 (IST)
  અમિત શાહ રાજ્યમાં ચૂંટણી  પહેલા હાલ વિવિધ પક્ષોનાં નેતા પોતાનું નામાંકન ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા કેસરીયા મહારેલીનું આયોજન કરાયુ છે. રેલીનો રૂટ પ્રભાત ચોક, ચાણક્યપુરી, ડમરૂ સર્કલ, કારગીલ ચાર રસ્તા, મધ્યસ્થ કાર્યાલય સોલા ભાગવત પાસે એસજી હાઈવે હોય  છે. રેલી બાદ અમિત શાહ મઘ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ બપોરે 12.10 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાંત ઓફિસ ઘાટલોડીયામાં ઉમેદવારી પત્ર ભરશે. 

  10:23 (IST)
  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 16મી નવેમ્બરે ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે પોતાનું ફોર્મ ભરવાના છે. અમદાવાદ શહેર અને જિલ્લાની મળી કુલ 21 બેઠકો પર 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા તેમાં બે અપક્ષ ઉમેદવારો છે. અમદાવાદ શહેરની એલિસબ્રીજ, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, અમરાઇવાડી, જમાલપુર-ખાડિયા, દાણીલીમડા, અસારવા બેઠક માટે તો અમદાવાદ જિલ્લાની સાણંદ, વિરમગામ, ધોળકા અને ધંધુકા બેઠક માટે ઉમેદવારોના ફોર્મ આજે ભરાયા હતા. જયારે શહેરની ઘાટલોડિયા, વેજલપુર, વટવા, નારણપુરા, બાપુનગર, દરિયાપુર, મણિનગર અને સાબરમતી બેઠક માટે અને જિલ્લાની દસ્ક્રોઇ બેઠક માટે હજુ સુધી એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયા નથી. 

  9:57 (IST)
  કોંગ્રેસે મંગળવારે ગુજરાતની ચૂંટણી માટેના પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. જેમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ પણ સામેલ છે. જો કે પાર્ટીના સુત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધી રાજ્યમાં પ્રચાર માટે આવે એવી ઓછી શક્યતા છે. સ્ટાર પ્રચારકોમાં રાહુલ ગાંધી, જગદીશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી, કન્હૈયા કુમાર સહિતના નેતા છે.

  9:45 (IST)
  રાહુલ ગાંધી પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવવાના છે. 22 નવેમ્બરે રાહુલ ગાંધી અમરેલીમાં જનસભાને સંબોધવાના છે. રાહુલ પહેલા 20 નવેમ્બરે અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા સંબોધવાના છે. અમરેલીમાં મોદી અને રાહુલ ગાંધી બન્ને એક જ સ્થળે એક જ ડોમમાં સભાને સંબોધશે. 20મીએ અમરેલીના ફોરવર્ડ હાઇસ્કુલના ગ્રાઉન્ડમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભા યોજાશે. ભાજપ દ્વારા આ માટે આજે તંત્ર પાસે મંજુરી માંગવામા આવી હતી. તો સામાપક્ષે આ જ મેદાનમા 22મીએ રાહુલ ગાંધીની સભા યોજાશે.

  9:27 (IST)
  Gujarati Election: વડાપ્રધાન મોદી 19મીથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે. 19 અને 20 નવેમ્બરે પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ 6 બેઠકો પર 6 જેટલી જનસભા અને રોડ શો કરશે. કાર્યક્રમ મુજબ મોદી 19મી નવેમ્બરે વાપીમાં ભવ્ય રોડ શો કરશે અને વલસાડમાં જનસભાને સંબોધન કરશે. 20મીએ સૌરાષ્ટ્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં મોદીની સભાઓ યોજાશે. 

  અમદાવાદ: ગુજરાતમાં રાજકારણને કારણે હવામાન ગરમાયું છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપનાં શિર્ષ નેતાઓનાં રાજ્યમાં કાર્યક્રમો ઘડાઇ રહ્યા છે. ગુજરાતમાં મતદાનનાં પહેલા તબક્કા પહેલા પીએમ મોદી 19મી નવેમ્બરનાં રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જે બાદ 22 નવેમ્બરના રોજ કોંગ્રેસનાં રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે. આ સાથે પ્રિયંકા ગાંધી પણ આવી રહ્યા છે. કોંગ્રેસની યાદીમાં જાહેર નામ પ્રમાણે, સોનિયા ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવશે. પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે, સોનિયા ગાંધીની આવવાની શક્યતા ઓછી છે.

  વડાપ્રધાન મોદી 19મીથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે. 19 અને 20 નવેમ્બરે પીએમ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ 6 બેઠકો પર 6 જેટલી જનસભા અને રોડ શો કરશે. કાર્યક્રમ મુજબ મોદી 19મી નવેમ્બરે વાપીમાં ભવ્ય રોડ શો કરશે અને વલસાડમાં જનસભાને સંબોધન કરશે. 20મીએ સૌરાષ્ટ્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં મોદીની સભાઓ યોજાશે.
  विज्ञापन
  विज्ञापन