Home /News /ahmedabad /સોમાભાઇ પટેલના કોંગ્રેસમાં આવવા મરણિયો પ્રયાસ; ગણદેવીમાં કોંગ્રેસે ઉમેદવાર બદલ્યો

સોમાભાઇ પટેલના કોંગ્રેસમાં આવવા મરણિયો પ્રયાસ; ગણદેવીમાં કોંગ્રેસે ઉમેદવાર બદલ્યો

સોમાભાઇ પટેલ કોંગ્રેસમાં આવવા મરણિયો પ્રયાસ કરી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે.

Gujarat election 2022: કોંગ્રેસ પેહલા ગણદેવી વિધાનસભા બેઠક પર શંકરભાઇ પટેલનું નામ જાહેર કર્યું હતું હવે અશોક પટેલ (કરાટે) ઉમેદવારી ફોર્મ ભરશે.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે, ત્યારે પક્ષ પલટાની સિઝન પણ જોવા મળી રહી છે. રાજનેતાઓ ટિકિટની લ્હાયમાં ઉથલપાથલ કરી રહ્યા છે, ત્યારે સોમાભાઇ પટેલ પણ હવાતિયા મારી રહ્યા છે. સોમાભાઇ પટેલ કોંગ્રેસમાં આવવા મરણિયો પ્રયાસ કરી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર મળવાનો સમય માંગ્યો છે. કોંગ્રેસ પક્ષ છોડનાર સોમાભાઇ પટેલે ચોટીલાથી અપક્ષ લડવાની જાહેરાત કરી હતી. તેમના હજુ પણ કોંગ્રસ પક્ષમાંથી ચૂંટણી લડવાના અભરખા સામે આવી રહ્યા છે.

  ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બદલ્યો

  નવસારીની ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બદલ્યો છે. ન્યૂઝ18 ગુજરાતીએ ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર થયા બાદ બદલશેની માહિતી પ્રસારિત કરી હતી. વિવાદ વધતા કોંગ્રેસે પોતાના ઉમેદવાર બદલવાની નોબત આવી છે. કોંગ્રેસ પેહલા ગણદેવી વિધાનસભા બેઠક પર શંકરભાઇ પટેલનું નામ જાહેર કર્યું હતું હવે અશોક પટેલ (કરાટે) ઉમેદવારી ફોર્મ ભરશે. જયારે ભુપેન્દ્ર પટેલ સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ આજે નામાંકન દાખલ કરશે, ભાજપે ગણદેવી વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે.


  આ પણ વાંચો: ભાજપની સૌથી VIP બેઠકો પરથી દિગ્ગજોની જગ્યાએ કોણ લડી રહ્યું છે?

  ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ પૂર્વથી લડશેઃ સૂત્ર

  બીજી બાજુ, સૌરાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો, ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ પૂર્વથી ચૂંટણી લડશે. ઈન્દ્રનીલ રાજકોટ પૂર્વથી કોંગ્રેસમાંથી લડશે. તેમની થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં ઘરવાપસી થઇ છે. અગાઉ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. 2012થી 2017 દરમિયાન ધારાસભ્ય રહી ચૂક્યા છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Congress Gujarat, Gujarat Assembly Election 2022, ગુજરાત ચૂંટણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन