Home /News /ahmedabad /Gujarat Election 2022: બીજા તબક્કામાં 93 બેઠક પર પાંચ ડિસેમ્બરે મતદાન, આજે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત
Gujarat Election 2022: બીજા તબક્કામાં 93 બેઠક પર પાંચ ડિસેમ્બરે મતદાન, આજે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત
Gujarat Election 2022
Gujarat Election 2022: પાંચ ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા સવારે આઠ કલાકથી સાંજના પાંચ કલાક સુધી યોજાશે. જેમાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજવામાં આવશે. બીજા તબક્કાની ચૂંટણીમાં 14 જિલ્લાની 93 બેઠકો પર કુલ 36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ, અને 40, 434 VVPET મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
ગુજરાત: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા 1 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ છે. મળતી વિગતો પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠક પર સરેરાશ 63.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે. આ સાથે જ હવે બીજા તબક્કાની મતદાન પ્રક્રિયાની વાત કરવામાં આવે તો આજ રોજ સાંજે 5 કલાકે પ્રચાર પડઘમ શાંત થશે જશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં સંપૂર્ણ આચાર સંહિતા લાગુ થઈ જશે. પાંચ ડિસેમ્બરના રોજ બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા સવારે આઠ કલાકથી સાંજના પાંચ કલાક સુધી યોજાશે. જેમાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજવામાં આવશે. બીજા તબક્કાની ચૂંટણીમાં 14 જિલ્લાની 93 બેઠકો પર કુલ 36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ, અને 40, 434 VVPET મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
પાંચ ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજાશે
બીજા તબક્કાની મતદાન પ્રક્રિયાની વાત કરવામાં આવે તો 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી યોજાશે. જેમાં કુલ 2,51,58,730 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1,29,26,501 પુરુષ મતદારો અને 1,22,31,335 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 894 થર્ડ જેન્ડર મતદારો, 18,271 સેવા મતદારો, 660 વિદેશી મતદારો મતદાન કરવાના છે. જેમાં 764 પુરુષ અને 69 મહિલાઓ મતદારોનો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની મતદાન પ્રક્રિયાની વાત કરવામાં આવે તો બીજા તબક્કામાં કુલ 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકો આવેલા છે. જ્યારે 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકો આવેલા છે. જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચના નિયમ અનુસાર 50% મતદાન મથક ઉપર લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે. જેમાં 13,204 જેટલા મતદાન મથકનું સીસીટીવી સર્વે લાઈન્સ ગાંધીનગર સમીક્ષા કેન્દ્ર ખાતેથી કરવામાં આવશે.
બીજા તબક્કાની મતદાન પ્રક્રિયામાં ચાર ડિસેમ્બરે તમામ મતદાન મથકના મતદાન પ્રક્રિયામાં હાજર રહેલા કર્મચારીઓને જે તે જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાંથી ઇવીએમ મશીનની ફાળવણી કરવામાં આવશે. 14 જિલ્લાની 93 બેઠકોની મતદાન પ્રક્રિયામાં કુલ 29,062 પ્રીસાઈડિંગ ઓફિસર, 84,263 પોલિંગ ઓફિસર ફરજ બજાવશે. 15 અન્ય રાજયના IPS બીજા તબક્કામાં ખાસ ફરજ પર આવવાના છે.
બીજા તબક્કામાં સુરક્ષા
CAPF
32,000 જવાનો
BSF
10,000 જવાનો
CRPF
15,000 જવાનો
ITBP, RAF,
15,000
Gujarat police
1,45,248
SRP
16,282
હોમગાર્ડ
51,674
કુલ
2,94,002
સંવેદનશીલ મથકો પર ચુસ્ત બંદોબસ્ત
આ સાથે જ જો પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો અન્ય રાજ્યમાંથી આવેલા 15 જેટલા IPS અધિકારીઓને ગુજરાત વિધાનસભાની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. સાથે સાથે પોલીસ ઓબ્ઝર્વે તરીકેની નિમણૂક કરવામાં આવી છે. મહિતી પ્રમાણે સંવેદનશીલ મથકો પર ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.