Home /News /ahmedabad /ભાજપ સિવાય કોઇ વિકલ્પ જ નથી, ચૂંટણી તો જીતવાના જ છીએ: હાર્દિક પટેલ

ભાજપ સિવાય કોઇ વિકલ્પ જ નથી, ચૂંટણી તો જીતવાના જ છીએ: હાર્દિક પટેલ

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કર્યું છે

Gujarat Election 2022 phase 2 voting: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કર્યું છે. હાર્દિક પટેલે અમદાવાદના ચંદ્રનગર પ્રથામિક વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કર્યું છે. હાર્દિક પટેલે અમદાવાદના ચંદ્રનગર પ્રથામિક વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. નોંધનીય છે કે, હાર્દિક પટેલ વિરમગામના ભાજપના ઉમેદવાર છે.

    ભાજપ સિવાય કોઇ વિકલ્પ જ નથી: હાર્દિક પટેલ

    મતદાન બાદ હાર્દિક પટેલે કહ્યુ કે, વિરમગામમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ભાજપ તરફી મતદાન કરી રહ્યા છે. લોકો વિચારી રહ્યા છે કે વિકાસના મુદ્દા સાથે જ કામ થઇ રહ્યું છે તે વધુ મજબૂત કરી શકાય. ભાજપના સાશનમાં અનેક વિકાસ કામો થયા છે. ભાજપના સાશનમાં જ એક પણ તોફાન નથી થયા. લોકો ઇચ્છી રહ્યા છે કે, શાંતિ સલામતી જળવાઇ રહે. ભાજપ સિવાય કોઇ વિકલ્પ જ નથી. વિપક્ષ, વિપક્ષની ભૂમિકામાં પણ કામ કરતું નથી. ચૂંટણી તો જીતવાના છીએ જ, પરંતુ તેનાથી આવનારા 20 વર્ષનું ગુજરાત કેવું હશે તે નક્કી થશે.

    પ્રથમ તબક્કામાં થયેલું મતદાન

    ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.
    " isDesktop="true" id="1294904" >
    આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા પહોંચ્યા, શીલજમાં કર્યું મતદાન

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, Patidar Leader Hardik Patel

    विज्ञापन
    विज्ञापन