Home /News /ahmedabad /પરીક્ષામાં ઉત્તીર્ણ થઉ તેવી અપેક્ષા, ગુજરાત પણ જીતીશું: અલ્પેશ ઠાકોર

પરીક્ષામાં ઉત્તીર્ણ થઉ તેવી અપેક્ષા, ગુજરાત પણ જીતીશું: અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોરે મતદાન કરવાની સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Gujarat Election 2022 phase 2 voting: અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, પરીક્ષામાં ઉત્તીર્ણ થઉ તેવી અપેક્ષા છે. પ્રાર્થના કરી છે કે લોકોના આશીર્વાદ મળે અને તેના થકી લોકોની સેવા કરી શકું.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર મતદાન કરવા પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોરે મતદાન કરવાની સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર છે.

    પરીક્ષામાં ઉત્તીર્ણ થઉ તેવી અપેક્ષા: અલ્પેશ ઠાકોર

    ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, પરીક્ષામાં ઉત્તીર્ણ થઉ તેવી અપેક્ષા છે. પ્રાર્થના કરી છે કે લોકોના આશીર્વાદ મળે અને તેના થકી લોકોની સેવા કરી શકું. મને ભાજપના કાર્યકર્તાઓ અને લોકો પર વિશ્વાસ છે. લોકો માટે કામ કરવું છે. આ વિસ્તારના વિકાસ માટે કામ કરવું છે. પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત જીતીશું.

    આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા પહોંચ્યા, શીલજમાં કર્યું મતદાન

    પ્રથમ તબક્કામાં થયેલું મતદાન

    ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Alpesh thakore, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन