Home /News /ahmedabad /આ વખતે કોંગ્રેસ તરફી પવન ફૂંકાયો છે, 125થી વધુ સીટ સાથે સરકાર બનાવીશું: લાખા ભરવાડ

આ વખતે કોંગ્રેસ તરફી પવન ફૂંકાયો છે, 125થી વધુ સીટ સાથે સરકાર બનાવીશું: લાખા ભરવાડ

લાખા ભરવાડે કહ્યુ કે, આ વખતે પવન કોંગ્રેસ તરફી ફૂંકાયો છે.

Gujarat Election 2022 phase 2 voting: લાખા ભરવાડે હાર્દિક પટેલને પાટલી બદલું કહી પોતે ફરીવાર આ બેઠક જીતશે તેવો દાવો કર્યો

    અમદાવાદ: વિરમગામના કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડનું મોટું નિવેદન સામે આવ્યું છે. અમદાવાદ વિરમગામના કોંગ્રેસના ધારાસભ્ય લાખા ભરવાડે કહ્યુ કે, આ વખતે પવન કોંગ્રેસ તરફી ફૂંકાયો છે. 125થી વધુ સીટ સાથે કોંગ્રેસ સરકાર બનાવશે. સાથે જ હાર્દિક પટેલને પાટલી બદલું કહી પોતે ફરીવાર આ બેઠક જીતશે તેવો દાવો કર્યો હતો.

    લાખા ભરવાડે કહ્યુ કે, પક્ષ પલટુઓને વિરમગામની પ્રજા ક્યારેય સ્વીકારે નહીં. મારી સામે ઉભેલા બંન્ને ઉમેદવાર જૂના સાથી છે, એક ઉમેદવારે કમળ પકડ્યું, એક ઉમેદવારે ઝાડું પકડ્યું છે. અહીં જાતિવાદનું રાજકારણ ક્યારેય ચાલે નહીં. મેં મારા કાર્યકાળ દરમિયાન અનેક વિકાસના કામો કર્યા છે. સાથે જ હાર્દિક પટેલને પાટલી બદલું કહ્યો હતો. સાથે જ તેમણે ફરી જીતવાનો દાવો પણ કર્યો હતો.

    આ પણ વાંચો: પંચમહાલ: લોકશાહી પર્વે વૃદ્ધોમાં અનેરો ઉત્સાહ; 102 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન

    પ્રથમ તબક્કામાં થયેલું મતદાન

    ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन