અત્યાર સુધીમાં સરેરાશ 54 ટકા મતદાન નોંધાયું છે. 89 બેઠક પર સરેરાશ 51 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લા પ્રમાણે સૌથી વધુ તાપીમાં મતદાન નોંધાયું. તાપી જિલ્લામાં 64.3 ટકા, નર્મદા જિલ્લામાં 63.9 ટકા મતદાન, ડાંગ જિલ્લામાં 58.5 ટકા, વલસાડ જિલ્લામાં 53.5 ટકા મતદાન, નવસારી જિલ્લામાં 55.1 ટકા, મોરબીમાં 53.7 ટકા મતદાન નોંધાયુ છે. બેઠક પ્રમાણે સૌથી વધુ નિઝરમાં 66.4 ટકા મતદાન, ડેડિયાપાડામાં 66.3 ટકા, કપરાડામાં 64.4 ટકા મતદાન, નાંદોદમાં 61.6 ટકા, વ્યારામાં 61.5 ટકા મતદાન, મહુવા 59.8, ડાંગમાં 58.5, વાંસદામાં 60.4 ટકા મતદાન નોંધાયુ છે.