Home /News /ahmedabad /ગુજરાત ચૂંટણી: હજારો NRI કરશે પ્રચાર, મતદાન કરવા USથી આવશે 1 લાખ લોકો

ગુજરાત ચૂંટણી: હજારો NRI કરશે પ્રચાર, મતદાન કરવા USથી આવશે 1 લાખ લોકો

2000થી વધુ લોકો આવતા અઠવાડિયે ગુજરાત પ્રચાર અર્થે આવશે

Gujarat Election 2022: અમેરિકામાં ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપી સંલગ્ન આગેવાન, અમેરિકન ગુજરાતીઓ ચૂંટણી પ્રચાર અને મતદાન માટે ગુજરાત આવશે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણીમાં કોણ-કોની સામે ટકરાશે તે પત્તા પણ ખુલી ગયા છે. રાજકીય પાર્ટીઓ, આગેવાનો અને કાર્યકરો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ચૂંટણીમાં જીતની રણનીતિમાં માહેર અને એક-એક વોટનું મહત્વ જાણતી ભાજપની નેતાગીરીએ એનઆરઆઈ વોટ માટે પણ આયોજનબદ્ધ કવાયત હાથ ધરી છે. વિદેશમાં ભાજપ વિચારધારાનો વિસ્તાર અને સમર્થન કરતું ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપી સંગઠન કાર્યરત છે. આ સંગઠનના સભ્યો અને સમર્થકો દ્વારા હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગુજરાત આવી રહ્યા છે. વળી આ ચૂંટણી ડિસેમ્બરમાં થવાની હોવાથી અમેરિકાથી આશરે 1 લાખથી વધુ વોટર્સ ભારત મતદાન કરવા આવવાના હોવાના અહેવાલ છે.

    ગુજરાતની ચૂંટણીમાં એનઆરઆઈને પણ રસ

    પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત ચૂંટણીનો માહોલ માત્ર ગુજરાત જ નથી, પરંતુ દેશની સરહદો વટાવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગાજી રહ્યો છે. દેશના પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય હોઈ રાષ્ટ્રીય અને રાજકીય કક્ષાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગવું મહત્વ ધરાવે છે. હવે દેશ-વિદેશમાં ભારતનો અને ભારતની પ્રજાનો વધતો પ્રભાવ એનઆરઆઈ ભારતીયોને પણ સ્થાનિક ચૂંટણીમાં રસ દાખવતા કર્યા છે.

    આ પણ વાંચો: PM મોદી ફરી ગુજરાત પ્રવાસે, વાપીમાં ભવ્ય રોડ-શો, જુજવામાં સંબોધશે સભા

    શું કરે છે અમેરિકામાં વસતાં ગુજરાતી ઉદ્યોગકાર?

    અમેરિકાના લોસ એન્જલસના અગ્રણી ઉદ્યોગકાર અને લેબોન હોસ્પિટલિટી ગૃપના ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની આ ચૂંટણીમાં તેઓ અને તેમના ગૃપના સભ્યો દક્ષિણ ગુજરાત અને ચરોતર પ્રદેશમાં પ્રચાર અર્થે આવવાના છે. તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ વિદેશમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતીજનોનો પ્રભાવ ખૂબ વધ્યો છે. વિદેશમાં ભારતીયોનો વેપાર કરવો પણ સરળ બન્યો છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની છે. તેમજ વ્યાપાર ઉધોગ સહિત ગ્રામ્ય કક્ષાએ પણ થયેલા વિકાસ અભૂતપૂર્વ જણાઈ રહ્યો છે. અમે 2000થી વધુ લોકો આવતા અઠવાડિયે ગુજરાત પ્રચાર અર્થે આવવાના છે. તેમજ એક લાખથી વધુ ગુજરાતીઓ ચૂંટણી પહેલા પોતાના વતન પહોંચી વોટ કરશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन