Home /News /ahmedabad /ભાજપની પ્રથમ યાદીમાં જાતી-જ્ઞાતિગત સમીકરણોનું ગણિત, 2017માં કોનો હતો દબદબો?

ભાજપની પ્રથમ યાદીમાં જાતી-જ્ઞાતિગત સમીકરણોનું ગણિત, 2017માં કોનો હતો દબદબો?

આ યાદીમાં જાતી-જ્ઞાતિના સમીકરણનું ગણિત પણ સચવાયું છે.

Gujarat Election 2022: ગઇકાલે ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં જાતી-જ્ઞાતિના સમીકરણનું ગણિત પણ સચવાયું છે.

  અમદાવાદ: ગઇકાલે ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં જાતી-જ્ઞાતિના સમીકરણનું ગણિત પણ સચવાયું છે. આ યાદીમાં પટેલ સમાજનું પ્રભુત્વ જોવા મળ્યું છે. પ્રથમ યાદીમાં 39 પટેલ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ગત વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો એમાં 182 સીટમાંથી 50 પટેલ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા. ગુજરાતના રાજકારણમાં પટેલ પાવર અતિ મહત્વનું ફેક્ટર મનાય છે. આ સાથે જ દર વખતે અન્ય જાતી-જ્ઞાતિના ઉમેદવારોને પ્રમાણસર ટિકિટ ફાળવી રણનીતિ તૈયાર કરાતી હોય છે.

  વર્ષ 2017ની સરખામણીએ જાતી-જ્ઞાતિગત સમીકરણો

  ભાજપની પ્રથમ યાદીમાં 160 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 39 પટેલ, એસટી 23, કોળી પટેલ 17, ઓબીસી 16, ક્ષત્રિય 16, એસસી 13, બ્રાહ્મણ 13, ઠાકોર 9, જૈન 4, લોહાણા 1 અને બિનગુજરાતી 1 ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. બીજી બાજુ, વર્ષ 2017ની વાત કરીએ તો 50 પટેલ, ઓબીસી 28, એસટી 27, કોળી પટેલ 18, ઠાકોર 15, એસસી 13, ક્ષત્રિય 12, બ્રાહ્મણ 8, જૈન 4, બિનગુજરાતી 4, લોહાણા 3 ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી.

  ધોરણ 10 કે તેથી ઓછું ભણેલા 40 જેટલા ઉમેદવારો

  ભાજપ દ્વારા જાહેર કરાયેલા 160 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, ધોરણ 10 કે તેથી ઓછું ભણેલા 40 જેટલા ઉમેદવારો, ગ્રેજ્યુએટ કે તેથી વધુ 44, ડિગ્રી-ડિપ્લોમા એન્જિનિયરિંગ 14, પોસ્ટ ગ્રેજ્યુએટ કે તેથી વધુ 14 અને પીએચડી કરેલું હોય તેવા 4 ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી છે. આમાં સૌથી ઓછું માત્ર 4 ચોપડી ભણેલા પ્રધ્યુમસિંહને અબડાસા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 14 ઉમેદવારોએ કાયદાની પદવી પ્રાપ્ત કરેલી છે.

  38 દિગ્ગજોના પત્તા કપાયા

  ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટની થીયરી પર મક્કમ રહીને પાર્ટીના દિગ્ગજ કહી શકાય તેવા વિજય રૂપાણી, નીતિન પટેલ,રાજેન્દ્ર ત્રિવેદી,નીમા બહેન આચાર્ય સહિતના 38 દિગ્ગજોના પત્તા કપાયા છે. તો 68 ઉમેદવારો પર પાર્ટીએ ભરોસો મુકીને પાર્ટીએ ટિકિટ આપી છે. આ સાથે પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022

  विज्ञापन
  विज्ञापन