Home /News /ahmedabad /શું પદ્માવત ફિલ્મના વિરોધ સમયે થયેલા કેસો પાછા ખેંચાશે? કરણી સેનના અધ્યક્ષે જણાવી આ વાત
શું પદ્માવત ફિલ્મના વિરોધ સમયે થયેલા કેસો પાછા ખેંચાશે? કરણી સેનના અધ્યક્ષે જણાવી આ વાત
કરણી સેનના અધ્યક્ષે જણાવી આ વાત
Raj Shekhawat join BJP: ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત પોતાના 51 પદાધિકારીઓ સાથે ભાજપમાં જોડાયા છે. મહત્વની વાત કે, રાજ શેખાવત અને તેમના અનેક કાર્યકરો પર કેસ ચાલી રહ્યા છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપમાં જાણે ભરતી મેળો શરૂ થયો છે. ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત પોતાના 51 પદાધિકારીઓ સાથે ભાજપમાં જોડાયા છે. મહત્વની વાત કે, રાજ શેખાવત અને તેમના અનેક કાર્યકરો પર કેસ ચાલી રહ્યા છે. ખાસ કરીને પદ્માવત ફિલ્મના વિરોધ સમયે અનેક કેસો થયા હતા. તો શુ એ કેસો પાછા ખેંચાશે? આ અંગે રાજ શેખાવતએ જણાવ્યું કે, તેમના પર અને તેમના કાર્યકરો પર અનેક કેસો થયા હતાં તેમના ઘણા કેસો પાછા ખેંચાઈ ગયા છે અને ઘણા કેસો રહી ગયા છે.
ભાજપમાં જોડાવા ઘણા લોકોએ દોટ મૂકી
આ સાથે તેમણે જણાવ્યું કે, તે ભાજપના આગેવાનોને વિનંતી કરી તે કેસોને પાછા ખેંચાવી દઈશું. વિધાનસભાની ચૂંટણી આવતા ભાજપમાં જોડાવા ઘણા લોકો દોટ મૂકી રહ્યા છે. તેમાંય એક સમયે આંદોલન કરી સરકાર સામે પડેલા લોકો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આવા જ એક પાસના કન્વીનર જયેશ પટેલ પણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. બીજી તરફ ગુજરાત કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવત ભાજપમાં જોડાયા છે. તેમની સાથે તેમના 51 હોદેદારો પણ ભાજપમાં જોડાયા છે.
જોકે તેઓ ભાજપમાં જોડાવાના છે તે વાત વહેતી થતા સોશિયલ મીડિયામાં તેમનો વિરોધ શરૂ થઈ ગયો છે. જે અંગે તેઓએ જણાવ્યું કે, મોદીજીનો પણ અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. અને વિરોધ તો ચાલતો રહેવોનો છે. જો કે અમુક લોકો જ વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે, શુ તેઓ કેસો પાછા ખેંચાય તે માટે થઈ ભાજપમાં જોડાયા છે? આ અંગે તેઓએ જણાવ્યું કે, આદોલન કારીઓ માટે કેસ થવા રિવોર્ડ છે. આંદોલનના કેસોમાં આંદોલકારીઓ સરકાર સાથે લડાઈ હતી પાર્ટી સાથે ન હતી. સંવિધાનમાં અમને વિશ્વાસ છે. જો અમને સજા થશે તો પણ અમે ભોગવવા તૈયાર છીએ.
આ ઉપરાંત પદ્મવત ફિલ્મના વિરોધ સમયે થયેલા કેસો અંગે તેઓએ જણાવ્યું કે ઘણા કેસો પાછા ખેંચાઈ ગયા છે અને ઘણા કેસો રહી ગયા છે. જે કેસો બાકી છે તેને ભાજપના આગેવાનોને વિનંતી કરી પાછા ખેંચાવી દઈશું. આ અગાઉ તેઓએ ડિજી વણઝારાના પ્રજા વિજય પક્ષમાં જોડાયા હતા. આ પક્ષ કેમ છોડ્યો તે અંગે તેઓએ કહ્યું કે. હુ પાર્ટીમાં જોડાયો ન હતો માત્ર સ્પોર્ટમાં હતો. ડિજી વણજાર મારા પિતાતુલ્ય છે. હું ઇચ્છું કે તેઓ ભાજપમાં જોડાય. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે ઘણા ફેરફેરાઓ આવી રહ્યા છે. ઘણા લોકો ભાજપમાં જોડાવા માટે દોડ લગાવી રહ્યા છે.