Gujarat Election 2022: અમદાવાદ શહેરની જમાલપુર-ખાડિયા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ 52માં નંબરની બેઠક છે. જમાલપુર-ખાડિયા બેઠક સામાન્ય બેઠક છે. જમાલપુર-ખાડિયા બેઠકનો સમાવેશ અમદાવાદ (પશ્ચિમ) લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. જમાલપુર-ખાડિયા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 5, 6 અને 39નો સમાવેશ થાય છે.
અમદાવાદ: અમદાવાદ શહેરની જમાલપુર-ખાડિયા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ 52માં નંબરની બેઠક છે. જમાલપુર-ખાડિયા બેઠક સામાન્ય બેઠક છે. જમાલપુર-ખાડિયા બેઠકનો સમાવેશ અમદાવાદ (પશ્ચિમ) લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. જમાલપુર-ખાડિયા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 5, 6 અને 39નો સમાવેશ થાય છે. જમાલપુર-ખાડિયા બેઠકમાં કુલ 2,11,731 મતદારો છે. જમાલપુર-ખાડિયા બેઠકની ઉત્તરે અમદાવાદ શહેરની દરિયાપુર અને બાપુનગર બેઠકો, પૂર્વ અને દક્ષિણમાં અમદાવાદ શહેરની દાણીલીમડા બેઠક અને પશ્ચિમમાં અમદાવાદ શહેરની એલિસબ્રિજ બેઠક આવેલી છે.
જમાલપુર-ખાડિયા બેઠક કોનો વિજય થશે
જમાલપુર-ખાડિયા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. પહેલાં તે ફક્ત ખાડિયા નામથી ઓળખાતી હતી. 2008ના ડિલિમિટેશન પછી તેનું નામ સુધારીને જમાલપુર-ખાડિયા કરવામાં આવ્યું હતું. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા ભાજપના ભૂષણ ભટ્ટ સામે 29339 મતની ભારી સરસાઈથી જીત્યા હતાં.
જમાલપુર-ખાડિયામાં થયેલી કુલ એક પેટાચૂંટણી સહિત કુલ 14 ચૂંટણીઓમાં ભાજપ/જનસંઘ સૌથી વધુ 10 વાર, કોંગ્રેસ 2 વાર અને PSP 2 વાર જીતી છે. એક સમયે ખાડિયા જેમના નામથી ઓળખાતું હતું. તેવા ભાજપના અશોક ભટ્ટ 1975થી તેમના મૃત્યુ 2010 સુધી એકધારા 8 વાર ચૂંટાયા હતાં અને ભાજપની વિવિધ રાજ્ય સરકારોમાં આરોગ્ય, શ્રમ, કાયદા, નાગરિક પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા હતાં. 2010માં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતાં. જયારે કોંગ્રેસ છેક 1972 બાદ છેલ્લે 2017માં બદલાયેલી ભૂગોળના કારણે જમાલપુર-ખાડિયામાં જીત્યું હતું. જેથી બદલાયેલા સંજોગોમાં ભાજપ માટે જમાલપુર-ખાડિયા જીતવું અઘરું લાગી રહ્યું છે.
જમાલપુર અને ખાડિયા વિસ્તારમાં એક કરી જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક બનાવામાં આવી છે. જમાલપુર - ખાડિયા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. પહેલા તે ફક્ત ખાડિયા નામથી ઓળખાતી હતી. 2008 ડિલીમિટેશન પછી તેનું નામ સુધારાની જમાલપુર- ખાડિયા કરવામાં આવ્યું હતું. આ બેઠક પર છિપા સમાજનું પ્રભુત્વ રહ્યુ છે. છિપા સમાજ જે વ્યક્તિ મત આપે છે. તે ઉમદેવાર ચૂંટણી જીતે છે.
અહી હિન્દુ અને મુસ્લિમ મતોની બરાબરી
કોંગ્રેસ સતત આ બેઠક જીતતી આવી હતી. પરંતુ સમિકરણો બદલાતા અહી હિન્દુ અને મુસ્લિમ મતોની બરાબરી થઇ હતી. જેના પગલે ભાજપ અને કોંગ્રેસ માટે આ બેઠક કાટે કી ટક્કર સમાન બની છે. ભાજપે ભુષણ ભટ્ટ ફરી ટિકીટ આપી છે. જેઓ 2007માં પરાજીત થયા હતા. તો વળી કોંગ્રેસ પણ વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને રીપીટ કર્યા છે. આ બેઠક પર બે ટર્મ ધારાસભ્ય રહેલા અને 2012 કોંગ્રેસ ખેલ બગાડનાર સાબિર કાબલી વાળાએ પણ ઔવેસીની પાર્ટી AIMIMથી દાવેદારી કરી છે. છિપા સમાજ કોણી તરફે મત દાન કરે છે તે સૌ કોઇ પર નજર રહેશે.