Home /News /ahmedabad /મતદાન જાગૃતિ માટે સેલ્ફીનો પ્રયોગ: અમદાવાદમાં 52 જગ્યાએ સેલ્ફી બુથ મુકાયા

મતદાન જાગૃતિ માટે સેલ્ફીનો પ્રયોગ: અમદાવાદમાં 52 જગ્યાએ સેલ્ફી બુથ મુકાયા

ગ્રામ્ય અને શહેરના કુલ 52 વિસ્તારોમાં સેલ્ફી પોઈન્ટ મુકવામાં આવ્યા છે.

Election in Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી આગામી અઠવાડિયામાં મતદાન જાગૃતિ સપ્તાહ પણ ઉજવશે

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad Cantonment, India
અમદાવાદ: લોકશાહીનું પર્વ એવા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને યુવા મતદારોને જાગૃત કરવા માટે આ વખતે સેલ્ફીનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેના દ્વારા અમદાવાદ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 52 જેટલા સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ વખતની ચૂંટણીમાં પ્રથમવાર જે યુવા મતદારો વોટીંગ કરવાના છે અને રેગ્યલુર જે મતદારો છે તેઓને જાગૃત કરવા માટે તંત્ર દ્વારા આ સેલ્ફીનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

ચૂંટણીમાં દરેક મતદાતાને મત આપવાનો અધિકાર છે. મતાધિકારનો ઉપયોગ લોકો કરે અને વધુને વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સ્વીપ એક્ટીવીટી સિસ્ટેમેટિક વોટિંગ અવેરનેશ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટી વોટિંગ અવેરનેશ કેમ્પેઈન ચલાવી રહી છે. આ અંગે સ્વીપના નોડલ ઓફિસર યોગેશ પરીખએ જણાવ્યું કે, તહેવારોની સિઝનમાં જેમ નવરાત્રી, ગણેશચતુર્થી અને દિવાળી જેવા તહેવારો ઉજવાય છે તેવી જ રીતે દર 5 વર્ષે લોકશાહીનું પર્વ ચૂંટણી આવે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઘર ખરીદવાનું વિચારો છો?

આ વખતે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં અમદાવાદ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વીપ એક્ટીવીટી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે. સમગ્ર અમદાવાદ ગ્રામ્ય અને શહેરના કુલ 52 વિસ્તારોમાં સેલ્ફી પોઈન્ટ મુકવામાં આવ્યા છે. જ્યાં પ્રથમ વખતના યુવા મતદારને સાંકળીને વધુને વધુ મતદાન થાય તેવો સંદેશો આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: નારાજ મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી આપી દીધું રાજીનામું

આ ઉપરાંત શહેરમાં જ્યાં વિધાનસભા વિસ્તારો છે જ્યાં જાહેર અને ખાનગી સ્થળોએ રંગોળી બનાવવામાં આવી છે. તેમજ મતદારોની જાગૃતિ માટે નાટક પણ યુવાઓ દ્વારા ભજવવામાં આવશે. આ ઉપરાંત 14 નવેમ્બરે મતદાન જાગૃતિના ગ્રંથોની શોભાયાત્રા ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં નીકળશે.
" isDesktop="true" id="1283304" >

તેમાં વધુને વધુ યુવાઓને જોડી મતદાન જાગૃતિ ફેલાવવામાં આવશે. આ પ્રકારે મતદાન જાગૃતિ યાત્રા સમગ્ર ભારતમાં ક્યાંય નહિ યોજાય હોય તેવી શોભાયાત્રા નીકાળવામાં આવશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन