Home /News /ahmedabad /દિવ્યાંગો માટે જાહેર કરાયો હેલ્પલાઇન નંબર, મતદાનની તમામ માહિતી ઘરે બેઠા મળી રહેશે
દિવ્યાંગો માટે જાહેર કરાયો હેલ્પલાઇન નંબર, મતદાનની તમામ માહિતી ઘરે બેઠા મળી રહેશે
દિવ્યાંગજનો માટે વિશેષ વ્યવસ્થા
Gujarat election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આથી દિવ્યાંગો પણ આ વખતે વિના વિઘ્ને મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે.
ગુજરાત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આથી દિવ્યાંગો પણ આ વખતે વિના વિઘ્ને મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. દિવ્યાંગો દ્વારા પણ વધુ સંખ્યામાં મતદાન થાય તેવા હેતુથી ચૂંટણી પંચ દ્વારા સાધના પેરેન્ટસ એસોસિએશન ઓફ મેન્ટલી ચેલેન્જ્ડ પર્સન નામની સંસ્થાના સહયોગથી દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ તેમજ શપથવિધિ, સાઈન અને સેલ્ફી બુથ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન પણ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગજનો માટે વિશેષ વ્યવસ્થા કરાશે
આ કાર્યક્રમમાં દિવ્યાંગજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગજનો માટે કરવામાં આવેલી સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી. જેમાં દિવ્યાંગો માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશન અને લાઈનમાં ઊભા રહ્યા વગર સીધા મતદાન કરી શકાય તે માટે કરવામાં આવેલી સુવિધાઓની જાણકારી અપાઈ હતી.
આ ઉપરાંત મોબાઈલ એપ દ્વારા નવા મતદાર તરીકે નોંધણી કરાવવી, મતદાર યાદીમાં નામ ટ્રાન્સફર કરાવવા, નામ સુધરાવવા કે કમી કરાવવા, વ્હીલચેર માટેની વ્યવસ્થા, મતદાન મથક શોધવા માટેની વિવિધ સુવિધાઓ માટે ગૂગલ પ્લેસ્ટોર પરથી PWD એપ્લિકેશન ડાઉનલોડ કરવા સહિતની માહિતી આપી હતી. આનાથી દિવ્યાંગજનોને ઘણો ફાયદો થઈ શકશે અને તેઓ પોતાની મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
આ અંગેની વધુ જાણકારી માટે હેલ્પ લાઈન નંબર 1950 જાહેર કરાયો છે. આ સાથે સાથે https://ceo.gujrat.in/ વેબ સાઈટનો પણ ઉપયોગ દિવ્યાગો કરી શકશે. આ હેલ્પલાઇન થકી મતદાન અંગેની સંપૂર્ણ માહિતી દિવ્યાગોને મળી શકશે. દિવ્યાગો સહિત પ્રજ્ઞાચક્ષુઓ માટે પણ ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 182 બેઠકો પર પ્રજ્ઞાચક્ષુઓ માટે અલગ મતદાનની વ્સવસ્થા ઉભી કરવામાં આવશે. અહીંયા કામ કરનારા અધિકારીમાંથી એક અધિકારી પ્રજ્ઞાચક્ષુ સાથે રહેશે. પ્રજ્ઞાચક્ષુએ બ્રેઇલ લિપીમાં વાંચીને જ મતદાન કરવાનું રહેશે.