Home /News /ahmedabad /ચૂંટણી પહેલા હાર્દિક પટેલને હાઈકોર્ટની મોટી રાહત, મહેસાણા જિલ્લામાં કરી શકશે પ્રવેશ

ચૂંટણી પહેલા હાર્દિક પટેલને હાઈકોર્ટની મોટી રાહત, મહેસાણા જિલ્લામાં કરી શકશે પ્રવેશ

ચૂંટણી પહેલા હાર્દિક પટેલને હાઈકોર્ટ તરફથી મોટી રાહત

Gujarat Election 2022: ચૂંટણી પહેલા હાર્દિક પટેલને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. તે મહેસાણા જિલ્લામાં 1 વર્ષ સુધી પ્રવેશ કરી શકશે.

    અમદાવાદ: ચૂંટણી પહેલા હાર્દિક પટેલને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. તે મહેસાણા જિલ્લામાં 1 વર્ષ સુધી પ્રવેશ કરી શકશે. ભાજપે હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતાર્યા છે, ત્યારે હાઇકોર્ટ દ્વારા હાર્દિક પટેલને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની આપવામાં આવેલી મંજૂરી તેમના માટે રાહતના સમાચાર છે.

    ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ રાહત

    ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટમાંથી ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને રાહત મળી છે. તેમને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, વિરમગામ બેઠક પર ભાજપ 15 વર્ષથી જીતી શક્યું નથી. 2017ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાને હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને 76 હજાર 178 મતો મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવારને 69 હજાર 630 મતો મળ્યા હતા.

    આ પણ વાંચો: કોંગ્રેસ-એનસીપીનાં ગઠબંધન બાદ પણ કાંધલ જાડેજાએ કુતિયાણાથી ભર્યું ફોર્મ

    ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે

    પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. આ સાથે 4 ડોક્ટર અને 4 PHD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. ઘાટલોડિયાથી લડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ વિરમગામથી લડશે ચૂંટણી, વાવમાં સ્વરૂપ ઠાકોર, થરાદમાં શંકર ચૌધરી, જેતપુરમાં જયેશ રાદડિયાને અપાઈ ટિકિટ, જસદણથી કુંવરજી બાવળિયા લડશે, હર્ષ સંઘવી મજૂરાથી લડશે ચૂંટણી, કતારગામથી વિનુ મોરડિયા લડશે, માણાવદરથી જવાહર ચાવડા લડશે,ગઢડામાં શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી કાંતિ અમૃતિયા ચૂંટણી લડશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: BJP Candidate, Gujarat Assembly Election 2022, Hardikpatel

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन