Home /News /ahmedabad /ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો, વધુ ખર્ચ કરવામાં આવશે તો થશે કાર્યવાહી

ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો, વધુ ખર્ચ કરવામાં આવશે તો થશે કાર્યવાહી

ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો

Gujarat Election 2022: ઉમેદવારો દ્વારા સભા, રેલી અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવતો હોય છે. આ દરમિયાન ઉમેદવારો લાખો રૂપિયાનો ખર્ચ ચૂંટણી પ્રચાર પાછળ કરી દેતા હોય છે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારના ખર્ચ અને પ્રચાર પર નજર રાખવામાં આવતી હોય છે.

વધુ જુઓ ...
ગુજરાત: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા તેમના ઉમેદવારોની પસંદગી પણ કરી દેવામાં આવી છે. આ સાથે જ ઉમેદવારો પણ ચૂંટણી મેદાને ઉતર્યા છે. ઉમેદવારો દ્વારા સભા, રેલી અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવતો હોય છે. આ દરમિયાન ઉમેદવારો લાખો રૂપિયાનો ખર્ચ ચૂંટણી પ્રચાર પાછળ કરી દેતા હોય છે. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો મિટિંગ, સભા અને જમણવાર સહિતના કાર્યક્રમો કરતા હોય છે. આવા કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારના ખર્ચ અને પ્રચાર પર નજર રાખવામાં આવતી હોય છે.

ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનું રજીસ્ટર બનાવવું પડશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લડતા તમામ ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનું રજીસ્ટર પણ બનાવવાનું હોય છે. ઉમેદવારોએ રોજે રોજનો ખર્ચ હિસાબ લખવાનો પણ હોય છે. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવતો હોય છે. કાર્યક્રમમાં સભા-મંડપ, ફર્નિચર,  વાહન ભાડા, પોસ્ટર, પ્રચાર સાહિત્ય, પ્રિન્ટીંગ, સાઉન્ડ સીસ્ટમ, હોટલ, ભોજન માટે ખર્ચ કરવામાં આવતો હોય છે. ત્યારે તેના માટે દરેકના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પુરૂષોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસે હવનમાં હાડકા નાખવાનું કામ કર્યુ

જાણો નક્કી થયેલા ભાવ


ચૂંટણી પંચ દ્વારા નક્કી થયેલા ભાવ પ્રમાણે ચા ફોફીના 1 કપના 15 રૂપિયા, ચા કોફીના અડધા કપના 10 રૂપિયા, દૂધના એક ગ્લાસના 20 રૂપિયા, બ્રેડ બટનના  25 રૂપિયા, બિસ્કીટના 20 રૂપિયા, બટાકા પૌવાના 20 રૂપિયા, ઉપમાની એક પ્લેટના 20 રૂપિયા, લીંબુ પાણીના એક ગ્લાસના 10 રૂપિયા, મોટા સમોસા 2 નંગના 40 રૂપિયા, કટલેસ બે નંગના 30 રૂપિયા, 100 ગ્રામ ભજીયાના 30 રૂપિયા, સાદી ગુજરાતી થાળી
પૂરી અથવા રોટલી બેશાક દાળ ભાત પાપડ સલાડના  90 રૂપિયા, 150 મિલી દહીં છાશના 15 રૂપિયા, તાવો ચાપડી ઊંધિયુંના  90 રૂપિયા, પાવભાજીના 70 રૂપિયા, પુરી શાકના  40 રૂપિયા અને પરોઠા શાકના 70 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નજર


ઉલ્લેખનીય છે કે, નક્કી કરેલા ભાવ પ્રમાણે ઉમેદવારોએ ખર્ચ કેટલો કર્યો છે તે નક્કી થાય છે. જોકે નક્કી કરેલા ખર્ચથી વધુ ખર્ચ કરનાર ઉમેદવાર પર કાર્યવાહીની પણ કરવામાં આવતી હોય છે.અને ચૂંટણી પૂર્ણ થતાં ઉમેદવાર પોતે કેટલો ખર્ચ કર્યો તેનો હિસાબ પણ આપવો પડે છે. ચૂંટણી પંચ દ્વારા તેના માટે એક સમિતિ પણ બનાવામાં આવે છે. જેથી ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નજર રાખી શકાય છે. અને જો કોઈ ઉમેદવાર નક્કિ કરેલા ખર્ચ કરતા વધારે ખર્ચ કરે છે, તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Assembly Election 2022, Election commission, Gujarat Assembly Election 2022, Gujarat Elections

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन