Home /News /ahmedabad /Gujarat Election 2022 Dates: 20017માં અમદાવાદ જિલ્લાની સાબરમતી બેઠક પર લહેરાયો હતો ભગવો

Gujarat Election 2022 Dates: 20017માં અમદાવાદ જિલ્લાની સાબરમતી બેઠક પર લહેરાયો હતો ભગવો

અમદાવાદ જિલ્લાની સાબરમતી બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.

Gujarat Assembly Election 2022 Dates : ગુજરાતની 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ જિલ્લાની સાબરમતી બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.

  અમદાવાદઃ ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે અમદાવાદની સાબરમતી બેઠક પર બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં અમદાવાદ જિલ્લામાં કુલ 21 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલ અને કોંગ્રેસમાંથી જીતુ પટેલને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના અરવિંદ પટેલ જીત્યા હતા.
  NoConstituencyBJPCongressWinner
  55સાબરમતીઅરવિંદભાઈ પટેલજીતુભાઈ પટેલBJP

  આ બેઠકમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ?


  ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ સાબરમતી વિધાનસભા વિસ્તાર આવે છે. આ વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેર તાલુકો (અમુક ભાગ) કાલી (એમ), રાણીપ (એમ), ચાંદલોડિયા (એમ) સહિતના વિસ્તાર, અમદાવાદ શહેર તાલુકો – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પાર્ટ) વોર્ડ નં. 15 સહિતના ક્ષેત્રોને આવરી લેવામાં આવે છે.

  આ પણ વાંચોઃ સાબરમતી બેઠકની A to Z માહિતી  2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

  ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

  ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

  1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

  ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन