Home /News /ahmedabad /Gujarat Election 2022 Dates: જમાલપુર-ખાડિયા બેઠક કોંગ્રેસ-ભાજપ વચ્ચે જામે છે ખરાખરીનો જંગ

Gujarat Election 2022 Dates: જમાલપુર-ખાડિયા બેઠક કોંગ્રેસ-ભાજપ વચ્ચે જામે છે ખરાખરીનો જંગ

અમદાવાદ જિલ્લાની જમાલપુર-ખાડિયા બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.

Gujarat Assembly Election 2022 Dates : ગુજરાતની 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ જિલ્લાની જમાલપુર-ખાડિયા બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.

    અમદાવાદઃ ગુજરાતમાં 14મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં અમદાવાદ જિલ્લામાં કુલ 21 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ અને કોંગ્રેસમાંથી ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા જીત્યા હતા.
    NoConstituencyBJPCongressWinner
    52જમાલપુર-ખાડિયાભૂષણભાઈ ભટ્ટઈમરાન ખેડાવાલાCongress

    ગત કેટલીક ચૂંટણી પરિણામ પર નજર


    વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ઈમરાન ખેડાવાલાએ જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પરથી ભાજપ નેતા ભૂષણ ભટ્ટને હરાવ્યા હતા. વર્ષ 2012 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતા ભૂષણ ભટ્ટે કોંગ્રેસ નેતા સમીરખાન સિપાઈને હરાવ્યા હતા. કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસ 2012ની વિધાનસભા ચૂંટણી જીતી શકી ન હતી. ઉલ્લેખનીય છે કે, જમાલપુર ખાડિયા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ વર્ષ 2017માં કોંગ્રેસે આ સીટ પર બાજી મારી લીધી હતી. ભાજપ નેતા ભૂષણ ભટ્ટના પિતા અશોક ભટ્ટે ખાડિયા વિધાનસભા બેઠક પર વર્ષ 1980થી વર્ષ 2007 સુધી સતત 8 ટર્મ સુધી જીત મેળવી હતી, પરંતુ ભૂષણ ભટ્ટ આ સીટ પર માત્ર બે ટર્મ સુધી જ કામ કરી શક્યા હતા. વર્ષ 2012માં નવા સીમાંકન બાદ ખાડિયા અને જમાલપુરની સીટને ભેગી કરી દેવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ દરિયાપુર બેઠકની A to Z માહિતી



    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन