Home /News /ahmedabad /Gujarat Election 2022 Dates: ઘાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલને 1 લાખથી વધુ મતની મળી હતી લીડ

Gujarat Election 2022 Dates: ઘાટલોડિયા બેઠક પર સીએમ ભૂપેન્દ્ર પટેલને 1 લાખથી વધુ મતની મળી હતી લીડ

અમદાવાદ જિલ્લાની ઘાટલોડિયા બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.

Gujarat Assembly Election 2022 Dates : ગુજરાતની 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ જિલ્લાની ઘાટલોડિયા બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.

    અમદાવાદઃ ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે અમદાવાદની આ બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં અમદાવાદ જિલ્લામાં કુલ 21 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસમાંથી શશીકાંત પટેલને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલને 1 લાખથી વધુ મતની લીડ મળી હતી અને તેઓ જીતી ગયા હતા.
    NoConstituencyBJPCongressવિજેતા
    41ઘાટલોડિયાભુપેન્દ્રભાઈ પટેલશશીકાંત પટેલભુપેન્દ્રભાઈ પટેલ

    આ વિધાનસભા બેઠક હેઠળ કયા ગામો આવે છે?


    આ વિધાનસભા બેઠક હેઠળ અમદાવાદ શહેર-તાલુકાના ત્રાગડ, ઘાટલોડિયા (એમ), મેમનગર (એમ) તથા દસક્રોઇ તાલુકાના લપકામણ, લીલાપુર, ખોડીયાર, છારોડી, જગતપુર, હેબતપુર, ભાડજ, શીલજ, ચેનપુર, ઓગણજ, ઘુમા, શેલા, સોલા, બોડકદેવ, આંબલી, ગોતા (સીટી), થલતેજ (સીટી), બોપલ (સીટી) ગામનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચોઃ ઘાટલોડિયા બેઠકની A to Z માહિતી

    આ બેઠક મુખ્યમંત્રી પદ માટેનો દરવાજો


    આ બેઠક વિશે એવી માન્યતા છે કે, આ સીટ પરથી જે કોઈ ઉમેદવાર જીતે છે તેના માટે મુખ્યમંત્રીનો દરવાજો ખૂલી જાય છે. વર્ષ 2012માં જીતેલા આનંદીબેન પટેલ અને વર્ષ 2017માં જીતેલા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત અહીં ભાજપ કોઈપણ વ્યક્તિને ટિકિટ આપે તો તે જીતે જ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022, Gujarat assembly election results

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन