Home /News /ahmedabad /Gujarat Election 2022: ધોળકા બેઠક પરનો વિવાદ અને કોર્ટ કેસ, 2017માં હાઇવોલ્ટેજ રહી આ બેઠક

Gujarat Election 2022: ધોળકા બેઠક પરનો વિવાદ અને કોર્ટ કેસ, 2017માં હાઇવોલ્ટેજ રહી આ બેઠક

ધોળકા બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ તારીખે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat Assembly Election 2022 Dates : ગુજરાતની 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.

    અમદાવાદઃ ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે અમદાવાદની ધોળકા બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ તારીખે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં અમદાવાદ જિલ્લામાં કુલ 21 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કોંગ્રેસમાંથી અશ્વિન રાઠોડને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જીત્યા હતા.
    NoConstituencyBJPCongressWinner
    58ધોળકાભુપેન્દ્રસિંહ ચુડાસમાઅશ્વિન રાઠોડBJP

    ધોળકા બેઠક પરનો વિવાદ અને કોર્ટ કેસ


    2017 વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે આ જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. ત્યારે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું ધારાસભ્ય પદ કોર્ટે રદ્દ કર્યુ હતું. ત્યારબાદ તેને સુપ્રીમમાં પડકારવામાં આવ્યું હતું.

    આ પણ વાંચોઃ ધોળકા બેઠકની A to Z માહિતી



    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन