Home /News /ahmedabad /Gujarat Election 2022 Dates: અગાઉ અસારવા બેઠક પર હતો કોંગ્રેસનો દબદબો, હવે ભાજપની બોલબાલા

Gujarat Election 2022 Dates: અગાઉ અસારવા બેઠક પર હતો કોંગ્રેસનો દબદબો, હવે ભાજપની બોલબાલા

અમદાવાદ જિલ્લાની અસારવા બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.

Gujarat Assembly Election 2022 Dates : ગુજરાતની 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ જિલ્લાની અસારવા બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે.

    અમદાવાદઃ ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે અમદાવાદની અસારવા બેઠક પર બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં અમદાવાદ જિલ્લામાં કુલ 21 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રદીપ પરમાર અને કોંગ્રેસમાંથી કનુ વાઘેલાને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના પ્રદીપ પરમાર જીત્યા હતા.
    NoConstituencyBJPCongressWinner
    56અસારવાપ્રદીપભાઈ પરમારકનુ વાઘેલાBJP

    અસારવા બેઠકનો ઈતિહાસ


    મુંબઈ રાજ્યથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભાની વર્ષ 1962માં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. જેમાં અસારવા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના મંગળદાસ પંડ્યા ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 1967માં એમ ટી શુકલા, વર્ષ 1972માં મગનભાઈ બારોટ, વર્ષ 1975માં લક્ષ્મણ પટ્ટણી ચૂંટાયા હતા. તેઓ ફરી વખત વર્ષ 1980 અને વર્ષ 1985માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા.

    આ પણ વાંચોઃ અસારવા બેઠકની A to Z માહિત



    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

     
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन