Home /News /ahmedabad /Gujarat Election 2022: દરિયાપુર બેઠક પર ગ્યાસુદીન શેખ હેટ્રીક મારશે કે ભાજપનો ભગવો લહેરાશે!
Gujarat Election 2022: દરિયાપુર બેઠક પર ગ્યાસુદીન શેખ હેટ્રીક મારશે કે ભાજપનો ભગવો લહેરાશે!
દરિયાપુર બેઠક
Gujarat Election 2022: દરિયાપુરમાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાં કોંગ્રેસ સૌથી વધુ 8 વાર અને ભાજપ 5 વાર જીત્યો છે. 1962થી 1985 સુધી કોંગ્રેસ લગાતાર 6 ચૂંટણીઓ જીતી હતી. પણ 1990માં ભાજપના ઉદય બાદ 1990 થી 2007 સુધી ભાજપ એકધારી 5 ચૂંટણીઓ જીત્યું હતું.
અમદાવાદ: શહેરની દરિયાપુર બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ 51માં નંબરની બેઠક છે. દરિયાપુર બેઠક સામાન્ય બેઠક છે. દરિયાપુર બેઠકનો સમાવેશ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. દરિયાપુર બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં. 2,3,4 અને 16નો સમાવેશ થાય છે. દરિયાપુર બેઠકમાં કુલ 2,05,788 મતદારો છે. દરિયાપુર બેઠકની ઉત્તરે અમદાવાદ શહેરની સાબરમતી બેઠક, પૂર્વમાં અમદાવાદ શહેરની અસારવા અને બાપુનગર બેઠક, દક્ષિણમાં જમાલપુર-ખાડિયા બેઠક અને પશ્ચિમમાં એલિસબ્રિજ તેમજ નારણપુરા બેઠકો આવેલી છે.
દરિયાપુર પહેલા દરિયાપુર-કાઝીપુર નામે ઓળખાતી
દરિયાપુર બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. પહેલાં તે દરિયાપુર-કાઝીપુર નામથી ઓળખાતી હતી. 2008ના ડિલિમિટેશન પછી તેનું નામ સુધારીને ફક્ત દરિયાપુર કરવામાં આવ્યું હતું. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ ભાજપના ભરત બારોટ સામે 6187 મતની સરસાઈથી જીત્યા હતાં.
આ બેઠકનો ઈતિહાસ
વર્ષ
વિજેતા
પક્ષ
સરસાઈ
1962
મોહનલાલ વ્યાસ
કોંગ્રેસ
929
1967
ટી.જે. પટેલ
કોંગ્રેસ
1313
1972
મનુભાઈ પાલખીવાલા
કોંગ્રેસ
26526
1975
મનુભાઈ પાલખીવાલા
કોંગ્રેસ
7620
1980
સુરેન્દ્ર રાજપૂત
કોંગ્રેસ
15130
1985
સુરેન્દ્ર રાજપૂત
કોંગ્રેસ
23154
1990
ભરત બારોટ
ભાજપ
3188
1995
ભરત બારોટ
ભાજપ
7057
1998
ભરત બારોટ
ભાજપ
8290
2002
ભરત બારોટ
ભાજપ
21816
2007
ભરત બારોટ
ભાજપ
22401
2012
ગ્યાસુદ્દીન શેખ
કોંગ્રેસ
2621
2017
ગ્યાસુદ્દીન શેખ
કોંગ્રેસ
6187
અહીં કોંગ્રેસનો સૌથી વધુ 8 વાર વિજય થયો
દરિયાપુરમાં થયેલી કુલ 13 ચૂંટણીઓમાં કોંગ્રેસનો સૌથી વધુ 8 વાર અને ભાજપનો 5 વખત વિજય થયો છે. 1962થી 1985 સુધી કોંગ્રેસ લગાતાર 6 ચૂંટણીઓ જીતી હતી. પણ 1990માં ભાજપના ઉદય બાદ 1990 થી 2007 સુધી ભાજપ એકધારી 5 ચૂંટણીઓ જીત્યું હતું. 2008ના ડિલીમીટેશન બાદ દરિયાપુર બેઠકની ભૌગોલિક પરિસ્થિતિઓ બદલાતા છેલ્લી 2 ચુંટણીઓથી ફરી એકવખત કોંગ્રેસ વિજયી બની છે. એટલે દરિયાપુર બેઠક 2022માં કોના હાથમાં જશે એ કહેવું ખુબજ મુશ્કેલ છે.
1962 થી 1985 સુધી કોંગ્રેસ લગાતાર છ વખત કોંગ્રેસ ચૂંટણી જીતી છે, પણ 1990થી 2007 સુધી ભાજપમાંથી ભરત બારોટ જીતતા આવ્યા હતા. ડિલીમીટેશન બાદ 2012 અને 2017થી અહીં ગ્યાસુદીન શેખ કોંગ્રેસમાં જીતતા આવે છે. હાલ ભાજપ તરફથી સ્થાનિક ઉમેદવાર કૌશિક જૈન મેદાનમાં ઉતાર્યા છે. તેમજ સંગઠન વર્ષોથી કામ કરનાર છે આ ઉપરાત અમિત શાહ સૌથી નજીક ગણાય છે. તો વળી કોંગ્રેસ ફરી ગ્યાસુદીન શેખ ટિકીટ આપી છે. અહીં મુસ્લિમ મતદારો અને હિન્દુ મતદારો સમાન છે. જેથી બન્નં પક્ષો માટે જીતવુ સહેલુ નથી.
ડિલીમીટેશન બાદ કોંગ્રેસ આ બેઠક જીતવા સફળ રહી છે પરંતુ જીતનું માર્જીગ માત્ર 2 હજાર થી 6 હજાર રહ્યું છે. કૌશિક જૈન જીત માટે ખુબ મહેનત કરી રહ્યા છે. આ બેઠક પર આ વખતે ત્રીજા પક્ષ તરીકે આપ સહિત ઔવેસી પાર્ટી પણ મેદાનમાં છે. ઔવેસી પાર્ટીમાંથી હસનલાલા ઉમેદવાર છે. જે કોંગ્રેસનો હાથ છોડી એઆઇએમઆઇએમમાં ગયા છે. આ ઉમેદવાર મુસ્લિમ મતોનું ધ્રુવિકરણ કરી શકે છે. જો આ પદ્ધતિ સફળ થશે તો ચોક્કસ ભાજપને ફાયદો થશે પરંતુ ગ્યાસુદીન શેખ હાલ વધુ મજબુત દેખાઇ રહ્યા છે.