Gujarat Election 2022: અમદાવાદ શહેરની દાણીલીમડા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ 54માં નંબરની બેઠક છે. દાણીલીમડા બેઠક SC અનામત બેઠક છે. દાણીલીમડા બેઠકનો સમાવેશ અમદાવાદ (પશ્ચિમ) લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે.
અમદાવાદ: અમદાવાદ શહેરની દાણીલીમડા બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ 54માં નંબરની બેઠક છે. દાણીલીમડા બેઠક SC અનામત બેઠક છે. દાણીલીમડા બેઠકનો સમાવેશ અમદાવાદ (પશ્ચિમ) લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. દાણીલીમડા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 30, 38 અને 40નો સમાવેશ થાય છે. ઉપરાંત, સીટી તાલુકાના 3 ગામો પીપલજ, શાહવાડી અને સાજીપુર-ગોપાલપુર ગામોનો સમાવેશ થાય છે. દાણીલીમડા બેઠકમાં કુલ 2,56,233 મતદારો છે.
આ બેઠક પરથી કોણ વિજય થશે?
હાલની દાણીલીમડા બેઠકમાં સમાવિષ્ટ મોટાભાગનો વિસ્તાર પહેલાં શહેર કોટડા બેઠક અંતર્ગત આવતો હતો. શહેર કોટડા બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતે અસ્તિત્વમાં હતી. ત્યારબાદ, 1967 અને 1972ની ચૂંટણીમાં આ બેઠક નાબૂદ કરવામાં આવી હતી અને 1975 થી 2007ની ચૂંટણી સાથે શહેર કોટડા બેઠક ફરી અસ્તિત્વમાં આવી હતી. 2008ના ડિલિમિટેશનમાં શહેર કોટડા બેઠક નાબૂદ કરી તેનો મોટા ભાગનો વિસ્તાર દાણીલીમડા નામથી નવી બેઠકમાં સમાવવામાં આવ્યો હતો. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શૈલેષ પરમાર ભાજપના જીતેન્દ્ર વાઘેલા સામે 32510 મતની મોટી સરસાઈથી જીત્યા હતાં.
આ બેઠકનો ઈતિહાસ
વર્ષ
વિજેતા
પક્ષ
સરસાઈ
શહેર કોટડા
1962
મંગુભાઈ પટેલ
કોંગ્રેસ
3968
1975
નરસિંહ પરમાર
કોંગ્રેસ
10846
1980
મનુભાઈ પરમાર
કોંગ્રેસ
21912
1985
મનુભાઈ પરમાર
કોંગ્રેસ
18326
1990
મનુભાઈ પરમાર
કોંગ્રેસ
1666
1995
ગિરીશ પરમાર
ભાજપ
7068
1998
મનુભાઈ પરમાર
કોંગ્રેસ
3915
2000
ડી.એસ. મનહરકુમાર
કોંગ્રેસ
7148
2002
જીતેન્દ્ર વાઘેલા
ભાજપ
2404
2007
શૈલેષ પરમાર
કોંગ્રેસ
9972
દાણીલીમડા
2012
શૈલેષ પરમાર
કોંગ્રેસ
14301
2017
શૈલેષ પરમાર
કોંગ્રેસ
32510
દાણિલીમડામાં કુલ 12 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં
દાણીલીમડા અને શહેર કોટડામાં 2000માં થયેલી એક પેટાચૂંટણી સહિત કુલ 12 ચૂંટણીઓમાં કોંગ્રેસ સૌથી વધુ 10 વખત જ્યારે ભાજપ ફક્ત 2 વખત વિજયી થઈ શકી છે. ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં દાણીલીમડા કોંગ્રેસનો એવો ગઢ છે જેને 2022માં પણ તોડવો ભાજપ માટે અશક્ય છે. દાણિલીમડા બેઠક પરથી કુલ 12 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. ભાજપમાંથી નરેશ વ્યાસ, કોંગ્રેસમાંથી શૈલેષ પરમાર અને આપમાંથી દિનેશ કાપડિયા મેદાનમાં ઉતર્યા છે.
દાણીલિમડા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કારણ કે, આ બેઠકના અસ્તિત્વથી અહીં સતત કોંગ્રેસ જીતતી આવે છે. માત્ર બે વાર ભાજપ જીત્યુ છે. પરંતુ કોંગ્રેસે આ બેઠક પર પોતાનો ગઢ જમાવી રાખ્યો છે. શહેરી વિસ્તારમાં આ બેઠક એસસી ઉમેદવાર માટે રીઝવ છે. કોંગ્રસ પક્ષના ઉમદેવાર શૈલષ પરમારની જીત નિષ્છિત છે. તો વળી અહીં મતોના ધૃવિકરણ માટે ઔવેસી પાર્ટી પણ મેદાનમાં છે. પરંતુ ભાજપના ઉમેદવાર નરેશ વ્યાસ ચૂંટણી જીતના ચઢાણ ઘણા અઘરા રહેશે. અહી મુસ્લિમ મતદારો અને દલિત મતદારો નિર્ણાયક છે. જે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક માનાઇ રહ્યા છે.