Home /News /ahmedabad /Gujarat election 2022: કોંગ્રેસ પ્રભારી ડૉ.રઘુ શર્માનો દાવો, પ્રથમ તબક્કાના મતદાનમાં 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે 

Gujarat election 2022: કોંગ્રેસ પ્રભારી ડૉ.રઘુ શર્માનો દાવો, પ્રથમ તબક્કાના મતદાનમાં 65થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે 

ડૉ.રઘુ શર્માનો દાવો

Gujarat election 2022: પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતની પ્રજા કોંગ્રેસની પડખે છે. પ્રથમ તબક્કાના મતદાનમાં ગુજરાતના લોકો કોંગ્રેસ તરફી પ્રચંડ માત્રામાં મતદાન કર્યું છે. ભાજપ લોકોની આકાંક્ષાઓ પૂરી કરવામાં ખરી નથી ઉતરી. કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ સક્ષમ બનાવી દીધું છે.’

વધુ જુઓ ...
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરે યોજાવાનું છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડો.રઘુ શર્માજી, ભારતીય રાષ્ટ્રીય કોંગેસ મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાજી, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિસદને સંબોધન કરી હતી.

ગુજરાતની પ્રજા કોંગ્રેસની પડખે છે: પ્રદેશ કોંગ્રેસ પ્રભારી


પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતની પ્રજા કોંગ્રેસની પડખે છે. પ્રથમ તબક્કાના મતદાનમાં ગુજરાતના લોકો કોંગ્રેસ તરફી પ્રચંડ માત્રામાં મતદાન કર્યું છે. ભાજપ લોકોની આકાંક્ષાઓ પૂરી કરવામાં ખરી નથી ઉતરી. કોંગ્રેસે બૂથ મેનેજમેન્ટ સક્ષમ બનાવી દીધું છે. એક બાજુ રાહુલ ગાંધીજીની ભારત જોડો યાત્રાને સ્વયંભૂ પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે, જ્યારે ગુજરાતમાં ભાજપની સંકલ્પ યાત્રાને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપએ તેના બગાવતી નેતાઓને કાઢ્યા, તેનો રોષ તે સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. ડબલ એન્જિનની સરકારે ગુજરાતમાં જનાધાર ગુમાવ્યો છે. કોંગ્રેસે લોકોના પ્રશ્નો ઊઠાવ્યા છે.’

ગુજરાતમાં ભાજપે કોઈ કામ નથી કર્યા: ડૉ.રઘુ શર્મા


આ સાથે તેમણે વધુમાં જણાવ્યું કે, ‘માજા મુકતી મોંઘવારી, યુવાનોની બેરોજગારીની સમસ્યા, ડ્રગ્સ અને દારૂની બદીઓના પ્રશ્નો સાથે કોંગ્રેસ લોકોની વચ્ચે આવી તેની સામે સતત અવાજ ઉઠાવ્યો. ભાજપે પ્રજાના મહત્ત્વના પ્રશ્ન સામે લોકોને નિરાશા સિવાય કશું જ નથી આપ્યું. કોંગ્રેસ પ્રથમ તબક્કાના મતદાનમાં 65થી વધુ બેઠકો ઉપર જીત હાંસલ કરી રહી છે. ગુજરાતમાં ભાજપએ ગુજરાતના લોકો માટે કશું જ કર્યું નથી, ખૂદ વડાપ્રધાન અને ગૃહપ્રધાન ગુજરાતના નાના નાના ગામડાઓમાં પ્રચાર માટે ઘુમી રહ્યા છે. ભાજપે જો ગુજરાતના લોકો માટે કામ કર્યું જ હોત તો આઠ મહિનાથી સતત આવી દોડધામ તેઓને ન કરવી પડી હોત.’

મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ


પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘પ્રથમ તબક્કામાં કોંગ્રેસ તરફી ભારે મતદાન થયું. અટલજીના જમાનામાં સાઇનિંગ ઇન્ડિયાનો નારો હતો તે દેખાયો નહીં. ભાજપની તમામ જનસભામાં ખુરશીઓ ખાલી દેખાઇ રહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપને જાકારો મળી રહ્યો છે. કોંગ્રેસ મુદ્દાઓની રાજનીતિ લઇને લોકોની વચ્ચે રહી દ્વારકા ડેક્લેરેશન મુજબ કોંગ્રેસ તેના વચનો માટે પ્રતિબદ્ધ છે. મતદારો બીજા તબક્કાના મતદાનમાં મોટી સંખ્યામાં મત આપે તેવી અપીલ કરીએ છીએ.’

ભાજપ તમામ સ્તરે નિષ્ફળ રહી: અર્જુન મોઢવાડિયા


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ‘ભાજપ તમામ સ્તરે નિષ્ફળ રહી છે. ગુજરાતના  લોકોને પક્ષના નામે કે ઉમેદવારના નામે મત આપવાને બદલે સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નામે મત માંગવા ગુજરાતમાં ધામા નાખ્યા છે. કોંગ્રેસ તેના ચૂંટણી પ્રચારમાં સફળ રહી છે. મુદ્દા આધારિત, મોંઘવારી વિરૂદ્ધની લ઼ડાઇ અને બેરોજગારીના મુદ્દા લઇ લોકો વચ્ચે સતત રહી છે. ભાજપના નસે નસમાં ભ્રષ્ટ્રાચાર વ્યાપેલો છે. રાજકોટમાં વિજય રૂપાલા, વજુભાઇ વાળા અને ખુદ નરેન્દ્ર મોદી ચૂંટણી લડ્યા હતા તે બેઠકના ઉમેદવારનું નામ સુદ્ધાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલને જ ખબર નથી. બુટલેગરો અને ડ્રગ્સ માફિયા અને મળતિયા અધિકારઓના જોરે ભ્રષ્ટાચાર ચરમસીમાએ લઇ ગયા છે. કોંગ્રેસ 125થી વધુ બેઠકો જીતી સરકાર બનાવશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Assembly Election 2022, Congress Gujarat, Gujarat Assembly Election 2022

विज्ञापन
विज्ञापन