Home /News /ahmedabad /ભાજપના દિગ્ગજો ચૂંટણી લડવાથી ભાગી રહ્યા છે: કોંગ્રેસનું નિવેદન

ભાજપના દિગ્ગજો ચૂંટણી લડવાથી ભાગી રહ્યા છે: કોંગ્રેસનું નિવેદન

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માનું નિવેદન સામે આવ્યું છે

Gujarat election 2022: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માનું નિવેદન સામે આવ્યું છે કે, ભાજપના દિગ્ગજો ચૂંટણી લડવાથી ભાગી રહ્યા છે.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે ભાજપ તેના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે, તેવામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ભુપેન્દ્ર ચુડાસમાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ દિગ્ગજ નેતાઓ આ વિધાનસભામાં ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરવામાં આવી છે. ભાજપના દિગ્ગજોની જાહેરાત બાદ કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માનું નિવેદન સામે આવ્યું છે કે, ભાજપના દિગ્ગજો ચૂંટણી લડવાથી ભાગી રહ્યા છે. મોટાભાગના ભાજપના ધારાસભ્ય ચૂંટણી હારી રહ્યા છે.

  ભાજપના દિગ્ગજોની જાહેરાત બાદ કોંગ્રેસનું નિવેદન

  આલોક શર્માએ કહ્યુ કે, ગુજરાતના સીનિયર નેતાઓના નિવેદન આવી રહ્યા છે કે તેઓ ચૂંટણી નહીં લડે. વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ચૂંટણી લડવાથી એટલે ભાગી રહ્યા છે કે ગુજરાતમાં ભ્રષ્ટાચારનો રાજ જે રીતે વ્યાપી રહ્યો છે, તે જનતાની વચ્ચે મોરબી કાંડ બાદ, કોરોના બાદ, મોંઘવારી અને બેરોજગારી બાદ ઉજાગર થઇ ગયો છે. આજે ભાજપે ચૂંટણી લડતા પહેલા હાર માની લીધી છે.  આ પણ વાંચો: ભાજપના નેતાઓના જીવ તાળવે ચોંટ્યા, યાદીમાં આ નેતાઓના નામ જાહેર થઈ શકે છે

  મોટા નેતાઓ ચૂંટણી નહીં લડે

  વિજય રૂપાણ, નિતિન પટેલ, ભુપેન્દ્ર ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજા બાદ આર સી ફળદુએ પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. વિજય રૂપાણી, નિતિન પટેલ બાદ પૂર્વ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ પણ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મે સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છેય તેમણે વધુમાં કહ્યું કે, મે એક વર્ષ પહેલા જ આ જાહેરાત કરી હતી. આમ, છેલ્લી એક કલાકમાં ગુજરાત ભાજપના 3 મોટા નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.

  ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીની ટોચની નેતાગીરી આજે એટલે કે બુધવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી રહી છે. ઉમેદવારોના નામ નક્કી કરવા માટે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: BJP Congress, Gujarat Assembly Election 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन