Home /News /ahmedabad /

અમદાવાદ શહેરની તમામ 16 વિધાનસભા બેઠકો જીતવા માટે ભાજપે ઘડી રણનીતિ; 2017માં ગુમાવવી પડી હતી ચાર બેઠક

અમદાવાદ શહેરની તમામ 16 વિધાનસભા બેઠકો જીતવા માટે ભાજપે ઘડી રણનીતિ; 2017માં ગુમાવવી પડી હતી ચાર બેઠક

સી.આર.પાટીલ

Gujarat Assembly Election 2022: વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ શહેરની 16 બેઠક પૈકી બાપુનગર, દાણીલીમડા, જમાલપુર અને દરિયાપુર બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદ: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગુજરાત વિધાનસભામાં 182માંથી 182 વિધાનસભા બેઠક જીતવાનો લક્ષ્યાંક (Gujarat assembly election 2022) રાખવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ચાર મહાનગરની તમામ બેઠકો જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ રણનીતિ (BJP micro planning) ઘડી છે. ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં વિધાનસભાની 16માંથી 16 બેઠક જીતવા માટે પાર્ટી તરફથી માઇક્રો પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ શહેરની 16 બેઠક પૈકી બાપુનગર (Bapunagar constituency), દાણીલીમડા (Danilimda constituency), જમાલપુર (Jamalpur constituency) અને દરિયાપુર બેઠક (Dariyapur constituency) પર હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2022ની વિધાનસભાને લઇને પાર્ટી તરફથી આ ચાર બેઠક ઉપર માઈક્રો પ્લાનિંગ સઘન કરવામાં આવ્યું છે.

આ બેઠકોની વાત કરવામાં આવે તો બાપુનગર બેઠક વર્ષ 2012 માં ભારતીય જનતા પાર્ટી પાસે હતી, પરંતુ વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનની અસરના પરિણામે આ બેઠક ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ એમ બંને મુખ્ય રાજકીય પક્ષો હિન્દીવાસી ઉમેદવારને મેદાને ઉતારે છે. વર્ષ 2017માં કૉંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકિટ આપીને આ બેઠક પર જીત મેળવી હતી. વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જગરૂપસિંહ રાજપુતે બાપુનગર વિધાનસભા બેઠક પર 45.25% વોટ શેર સાથે જીત મેળવી હતી. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ શિયાણીને 42.94% વોટ શેર મળ્યો હતો.

બાપુનગર બેઠક


આ બેઠક પર હિન્દી ભાષી ઉપરાંત પાટીદાર સમાજનું પણ વર્ચસ્વ છે, એટલે કે કોંગ્રેસે વર્ષ 2012માં પાટીદાર સમાજને આ બેઠક આપી હતી. પાટીદાર સમાજના નેતા ધીરુભાઈ શિયાણી માત્ર 3% વોટ શેરથી હારેલા હતા, તે ભૂલમાંથી શીખ મેળવી કોંગ્રેસે વર્ષ 2017માં ભાજપના હિન્દીભાસી ઉમેદવાર સામે કોંગ્રેસના હિન્દી ભાષી ઉમેદવાર તરીકે અમદાવાદ શહેરના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલને ટિકિટ આપી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીને લઇ પાર્ટી જનતા પાર્ટી દ્વારા બાપુનગર બેઠક જીતવાની રણનીતિના ભાગરૂપે કોંગ્રેસના મજબૂત આ વિસ્તારના હિન્દીવાસી ચહેરાઓને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ પણ કરવામાં આવ્યા છે. સાથે જ પાર્ટીએ આ વિધાનસભા બેઠકમાં 100% પેજ સમિતિની કામગીરી પૂર્ણ કરવા કાર્યકરો અને હોદ્દેદારોને સૂચના આપી છે.

દાણીલીમડા બેઠક


દાણીલીમડા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ કામગીરી હાથ ધરી છે. બેઠકમાં દલિત સમાજ ઉપરાંત લઘુમતિ સમાજનું વર્ચસ્વ છે. છેલ્લો કોંગ્રેસના શૈલેષ પરમાર વર્ષ 2012 અને વર્ષ 2017માં આ બેઠક પર ચૂંટાઈને આવ્યા છે. વર્ષ 2012માં શૈલેષ પરમાર જ્યારે ચૂંટણીને જીત્યા હતા ત્યારે તેમની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગિરીશ પરમાર ચૂંટણી લડ્યા હતા. ગિરીશ પરમારને 42.97 ટકા વોટ શેર પ્રાપ્ત થયો હતો. જ્યારે શૈલેષ પરમારને 53.34% વોટ શેર પ્રાપ્ત થયો હતો. એટલે કે ભારતીય જનતા પાર્ટીને વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં 10% વોટ શેરથી આ બેઠક ગુમાવવી પડી હતી. જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં શૈલેષ પરમારનો વોટ શેર બમણો થઈ ગયો હતો. વર્ષ 2017માં 90 હજાર 691 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર જીતુ વાઘેલાને 58 હજાર 181 મત મળ્યા હતા. આ બેઠક પર વણકર સમાજનું વર્ચસ્વ છે. ભાજપ વર્ષે 2022ની ચૂંટણીમાં વણકર સમાજના મજબૂત ચહેરાને મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યો છે. સાથે જ લઘુમતિ મતદારોમાં પણ પગ પેસરો કરવાનું માઈક્રો પ્લાનિગ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે.

જમાલપુર બેઠક


જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠકમાં પણ વર્ષે 2017માં ભાજપે ગુમાવી હતી. વર્ષ 2012માં જમાલપુર ખાડિયા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ભૂષણ ભટ્ટે જીત મેળવી હતી. 2012ની ચૂંટણીમાં ભૂષણ ભટ્ટને 38.63% વોટ શેર મળ્યો હતો, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સમીર ખાનને 33.54 ટકા વોટ શેર મળ્યો હતો. અપક્ષ ઉમેદવાર સાબીર કાબલીવાલા 24. 52% વોટ શેર લઈ જતા લઘુમતિ સમાજના વર્ચસ્વવાળી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીને જીત મળી હતી. જેની સામે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂષણ ભટ્ટને 35.56 ટકા વોટ શેર મળ્યો હતો. કૉંગ્રેસે ઇમરાન ખેડાવાલાને આ બેઠકના ઉમેદવાર બનાવી ઇમરાન ખેડાવાળાને 58.24% વોટ શેર મેળવી બમણી સરસાઈથી આ બેઠક પર કબજો મેળવ્યો હતો. આ ચૂંટણીમાં મજબૂત અપક્ષ ઉમેદવાર ન હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ગુમાવી હતી. હવે વર્ષ 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જીતવા માટેનું મેન ટુ મેન માર્કિંગ ચાલુ કર્યું છે. જેના પરિણામે ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર જીત પ્રાપ્ત કરવાનો દાવો કરી રહ્યું છે.

આ પણ વાંચો: ઓબીસીના પ્રભુત્વવાળી 48 બેઠક જીતવા માટે બીજેપીએ ઘડ્યો પ્લાન

દરિયાપુર બેઠક


અમદાવાદની દરિયાપુર વિધાનસભા 1980માં અસ્તિત્વમાં આવી હતી. આ વિધાનસભા ઉપર 1980થી 85 સુધી બે વખત કોંગ્રેસે કબજો મેળવ્યો હતો. પરંતુ ત્યારબાદ 1990થી 2007 સુધી પાંચ વખત સતત ભાજપના ઉમેદવાર ભરત બારોટ જીત્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં ભરત બારોટ કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદીન શેખ સામે ચૂંટણી હાર્યા હતા. વર્ષ 2012ની આ વિધાનસભા ચૂંટણીમાં ભરત બારોટને 47.1% વોટ શેર મળ્યો હતો, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદીન શેખને 49.12 ટકા વોટ શેર મળ્યો હતો. એટલે કે માત્ર 2%ના વોટ શેરથી ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ગુમાવતી હતી.

વર્ષ 2017માં પણ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર ભરત બારોટને ઉમેદવાર બનાવ્યા અને વર્ષ 2017ની આ ચૂંટણીમાં ભરત બારોટને 45.14% વોટ શેર મળ્યો હતો. તેની સામે કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદીન શેખને 50% વોટ શેર મળ્યો હતો, એટલે કે માત્ર 5%ના વધારાના વોટ શેર સાથે કોંગ્રેસે આ બેઠક પર જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2022ની ચૂંટણીમાં આ બેઠક પર પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે સ્થાનિક કાર્યકરોમાં થયેલા મતભેદ મનભેદ દૂર કરી કામગીરી હાથ ધરવા માઇક્રો પ્લાનિંગ કર્યું છે.

આ પણ વાંચો: કેવું હોય છે ભાજપનું માઇક્રો પ્લાનિંગ? છેક નીચે સુધી ગોઠવાયેલી છે કાર્યકરોની ફોજ

આ રીતે ભારતીય જનતા પાર્ટીએ આ ચારેય બેઠકો પર માઇક્રો પ્લાનિંગનું કર્યું છે. આ ચાર બેઠકો પૈકી વર્ષ 2012માં બે બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે હતી અને વર્ષ 2007 સુધી દરિયાપુર બેઠક પર ભાજપ પાસે હતી. ભારતીય જનતા પાર્ટી પોતાની તમામ તાકત લગાવીને અમદાવાદ શહેરમાં વ્હાઇટ વોશ કરવા માટે મથામણ કરી રહી છે. અમદાવાદ શહેરની ઘાટલોડિયા, સાબરમતી, મણીનગર, અમરાઈવાડી, વટવા, નરોડા, ઠક્કરબાપા નગર, નારણપુરા, વેજલપુર, એલિસબ્રિજ, અસારવા અને નિકોલ બેઠક પર ભારતીય જનતા પાર્ટી પાસે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Election 2022, Gujarat vidhansabha election, કોંગ્રેસ, ગુજરાત, ગુજરાત ચૂંટણી 2022, ભાજપ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन