Home /News /ahmedabad /ભાજપ ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ, 10થી વધુ કેન્દ્રીય નેતાઓ કરશે પ્રચાર

ભાજપ ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ, 10થી વધુ કેન્દ્રીય નેતાઓ કરશે પ્રચાર

10થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં કરશે પ્રચાર

Gujarat Election 2022: ભાજપ ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ ઉતારશે. જે.પી.નડ્ડા ગુજરાતમાં 20થી વધુ સભાઓ કરશે. હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં કરશે કેમ્પેઈન

  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, ત્યારે હવે ભાજપ ચૂંટણી પ્રચારને લઇને રણનીતિ બનાવી રહ્યું છે. ભાજપ ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ ઉતારશે. ગુજરાતમાં 10થી વધુ કેન્દ્રીય નેતાઓ પ્રચાર કરશે. ચૂંટણીના મેદાને 35થી વધુ સ્ટાર કેમ્પેઇન ઉતારશે. જ્યારે જે.પી.નડ્ડા ગુજરાતમાં 20થી વધુ સભાઓ કરશે.

  કોણ-કોણ ગજવશે સભા

  ઉપરાંત ગુજરાતમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી પણ સભાઓ ગજવશે. જ્યારે અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની પણ પ્રચાર કરશે. બીજી બાજુ, ધર્મેન્દ્રપ્રધાન, ભુપેન્દ્ર યાદવ, શિવરાજસિંહ ચૌહાણ, યોગી આદિત્યનાથ પણ સભાઓ ગજવશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીશ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે. સાથે જ ગુજરાતમાં હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ કેમ્પેઈન કરશે.

  આ પણ વાંચો: ચૂંટણી પહેલા હાર્દિક પટેલને હાઈકોર્ટની મોટી રાહત

  ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે

  ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. આ યાદીમાં 4 ડોક્ટર અને 4 PHD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. આ ઉપરાંત, હજૂ પણ ભાજપના 22 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી રાખવામાં આવ્યા છે.

  22 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી

  રાધનપુર, પાટણ, ખેરાલુ, ˆહિંમતનગર, ગાંધીનગર દ‡ક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વટવા, ધોરાજી, જામખંભાળિયા, કુતિયાણા, ભાવનગર, પૂર્વ પેટલાદ, મહેદાવાદ, ઝાલોદ, ગરબાડા, પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને ચોર્યાસી વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપે 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પ્રથમ યાદીમાં 160 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે મોટાભાગના MLAને રિપીટ કર્યા છે. સુરત, ચૌર્યાસી, ધોરાજી અને ખંભાળિયા સહિત 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022

  विज्ञापन
  विज्ञापन