Home /News /ahmedabad /Gujarat BJP Candidate List: રાધાનપુરથી પરણવા માંગતા અલ્પેશને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ટિકિટ?

Gujarat BJP Candidate List: રાધાનપુરથી પરણવા માંગતા અલ્પેશને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ટિકિટ?

અલ્પેશ ઠાકોર

Gujarat Election 2022: રાજ્યમાં હાલ રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોની ગોઠવણમાં લાગ્યા છે. ક્યાંક મનામણા અને ક્યાંક રિસામણાં દેખાઇ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બેનર લગાવાયા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
    ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી આજે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરશે. અધિકૃત યાદી જાહેર થાય તે પહેલા પાર્ટીએ ટિકિટ માટે જે જે ઉમેદવારોને ફોન કર્યાં હતા તેના નામ સામે આવ્યા છે. આ જ કડીમાં બીજેપી નેતા અલ્પેશ ઠાકોરને ટિકિટ માટે ફોન આવ્યો છે. ભૂતકાળમાં અલ્પેશ ઠાકોર રાધનપુરમાંથી ચૂંટણી લડવા માંગે છે તેવી ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. જોકે, તેમને ગાંધીનગર દક્ષિણ માટે ફોન આવ્યો હોવાની માહિતી મળી રહી છે. અલ્પેશ ઠાકોર એ ઠાકોર સેનાના સ્થાપક તેમજ ઠાકોર સમાજના આગેવાન છે. 2017ની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર કૉંગ્રેસની ટિકિટ પરથી રાધનપુર બેઠકમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જે બાદમાં તેઓ પક્ષ પલટો કરીને બીજેપીમાં સામેલ થયા હતા. જે બાદમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં બીજેપીએ તેમને રાધનપુર બેઠક પરથી ટિકિટ આપી હતી. પેટા ચૂંટણીમાં અલ્પેશે રાધનપુર બેઠક પરથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

    અલ્પેશ વિરુદ્ધ ગાંધીનગરમાં લાગ્યા બેનર


    રાજ્યમાં હાલ રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોની ગોઠવણમાં લાગ્યા છે. ક્યાંક મનામણા અને ક્યાંક રિસામણાં દેખાઇ રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ બેનર લગાવાયા છે. ગાંધીનગર દક્ષિણ બેઠક વિસ્તારમાં આ બેનર લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, અમારી દક્ષિણની બેઠકમાં તમારી કોઇ જરૂર નથી. તમારા માટે રાધનપુર બરાબર છે.

    અલ્પેશ ઠાકોર વિરુદ્ધ લાગેલા બેનરોમાં લખવામાં આવ્યું છે કે, ભાવીમુખ્યમંત્રીશ્રી અલ્પેશ ઠાકોર (આયાતી ઉમેદવાર), અમારી 35 ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં તમારી કોઇ જરૂર નથી તમારા માટે રાધનપુર બરાબર છે. આવશો તો લીલા તોરણે જવાની તૈયારી રાખજો.

    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં ભાજપનો નવતર પ્રયોગ

    અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે


    ગાંધીનગરમાં બીજેપી નેતા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. આપને જણાવી દઈએ કે, ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર સંભવિત દાવેદાર તરીકે અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને આ પોસ્ટર લાગ્યા હોવાની શક્યતા છે. શંભુજી ઠાકોરના બદલે અલ્પેશ ઠાકોરને ભાજપ ટિકિટ આપે તેવી અટકળો ચાલી રહી છે. પોસ્ટરમાં અલ્પેશ ઠાકોરને આયાતી ઉમેદવાર પણ ગણાવવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, પાલનપુરમાં થોડા દિવસ પહેલા એક ખાનગી હોસ્પિટલના ઉદઘાટનમાં અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. આ દરમિયાન ઓપનિંગમાં આવેલા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યુ છે.

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    " isDesktop="true" id="1281681" >

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन