Home /News /ahmedabad /Gujarat Election 2022: ગુજરાતમાં આ જગ્યાએ કરવામાં આવશે વિશિષ્ઠ મતદાન મથકની વ્યવસ્થા, જાણો સંપૂર્ણ વિગત

Gujarat Election 2022: ગુજરાતમાં આ જગ્યાએ કરવામાં આવશે વિશિષ્ઠ મતદાન મથકની વ્યવસ્થા, જાણો સંપૂર્ણ વિગત

વિશિષ્ઠ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી

Gujarat Assembly Election 2022: એકલા મતદાર માટે 2007થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવે છે. જે ભારતના ચૂંટણી પંચની "કોઈ મતદાર બાકી ન રહી જાય" ની ભાવનાને ચરિતાર્થ કરે છે. સર્વસમાવેશક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના પ્રયાસનું આ ઉત્તમ ઉદાહરણ છે.

વધુ જુઓ ...
ગુજરાત: ગીર અભયારણ્યના ઊંડા જંગલોમાં બાણેજ વિસ્તારમાં એક એકલા વ્યક્તિ મહંત હરિદાસજી ઉદાસીન રહે છે. જેઓ બાણેજ વિસ્તારમાં આવેલા ભગવાન શિવના મંદિરના પૂજારી છે. આ એકલા મતદાર માટે 2007થી દરેક ચૂંટણી દરમિયાન એક ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવે છે. જે ભારતના ચૂંટણી પંચની "કોઈ મતદાર બાકી ન રહી જાય" ની ભાવનાને ચરિતાર્થ કરે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથની સ્થાપના કરવામાં આવે છે. બૂથની સ્થાપના માટે એક સમર્પિત મતદાન ટીમ નિયુક્ત કરવામાં આવે છે અને એકલા મતદારને તેમનો મત આપી શકે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે.

ગીર સોમનાથ: મતદાન મથક - રાસપ નેસ લીલિયા)


રાસપ નેસ લીલિયાએ ગીરના જંગલની અંદરનો એક એવો નાનો નેસ છે, જેની નજીકમાં કોઈ અન્ય માનવ વસવાટ નથી. આ નેસમાં 2007થી 23 પુરૂષો અને 19 મહિલા મતદારો મળી માત્ર 42 મતદારો માટે એક ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. આ સાથે જ ગીર સોમનાથના માધુપુર, જાંબુ અને તલાળા મતદાન મથક પર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. 14મી અને 17મી સદી દરમિયાન ભારતમાં ગુલામ તરીકે આવેલા પૂર્વ આફ્રિકન લોકોના વંશજ સિદ્દીઓ અહીં રહે છે. તેમના મતદાન માટે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત રાજકારણના મોટા સમાચાર, ઈસુદાન ગઢવી દ્વારકાથી લડી શકે છે ચૂંટણી!

શિયાળબેટના મોટાભાગના રહેવાસીઓ માછીમાર


અમરેલી જિલ્લાના શિયાળબેટ ગામનો કુલ ભૌગોલિક વિસ્તાર 75.32 હેક્ટર છે, જેમાં 832 જેટલા મકાનો છે. મોટાભાગના રહેવાસીઓ માછીમાર સમુદાયના છે. શિયાળબેટ ગામ રાજુલા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. બોટ દ્વારા દરિયાઈ માર્ગ સિવાય આ ટાપુને મુખ્ય ભૂમિ સાથે કોઈ જોડાણ નથી. આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, સુરક્ષા કર્મચારી, મતદાન સ્ટાફ, બૂથ લેવલ ઓફિસર વગેરે સહિત લગભગ 50 કાર્યકારીઓની બનેલી પોલિંગ ટીમ ટાપુ પર બોટ દ્વારા પ્રવાસ કરે છે. શિયાળબેટ ટાપુમાં 4,757 મતદારો માટે દરેક ચૂંટણી દરમિયાન મતદાન મથકો ઉભા કરે છે. પંચની માર્ગદર્શિકાને અનુસરીને 05 મતદાન મથકોની સ્થાપના કરવામાં આવી છે.

217 મતદારો માટે કરવામાં આવી વિશેષ વ્યવસ્થા


ભરૂચ જિલ્લાની આલિયાબેટએ ભાડભુત બેરેજનું એક અલગ સ્થળ છે, જે વહીવટી રીતે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા (151-વાગરા વિધાનસભા મતવિસ્તાર) હેઠળ આવે છે. જેમાં 116 પુરૂષ અને 101 સ્ત્રી મળી કુલ 217 મતદારો છે. આલિયાબેટ અગાઉ 151-વાગરા વિધાનસભા મતવિસ્તારમાં 68-કલાદ્રા-02નો ભાગ હતો. પરંતુ તે અન્ય વસાહતોથી ઘણું દૂર હતું અને તેથી મતદારોને બસ દ્વારા નજીકના મતદાન મથકો પર લાવવામાં આવ્યા હતા. મતદારોને મતદાન મથક સુધી પહોંચવા માટે અંદાજે 82 કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો હતો. આ કન્ટેનરમાં તમામ AMFની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. જેનાં પરીણામે મતદારો લાંબા અંતરની મુસાફરી કરવાને બદલે પોતપોતાની જગ્યાએ મતદાન કરી શકશે.

આ પણ વાંચો: બનાસકાંઠા બોર્ડર પર પોલીસનું સઘન ચેંકિંગ, ચૂંટણીને લઈ ચેકપોસ્ટ પરની સુરક્ષામાં વધારો 

ગુજરાતના પ્રયાસનું આ ઉત્તમ ઉદાહરણ


મહીસાગર જિલ્લાનો રાઠડા બેટએ મહિસાગર નદીમાં મહીસાગર જિલ્લાના કડાણા ડેમના જળાશય વિસ્તારમાં આવેલો એક અનોખો બેટ છે. આ બેટ પર 376 પુરૂષ અને 336 સ્ત્રી મળી લગભગ 712 મતદારો છે, જેઓ મુખ્યભૂમિથી દૂર તેમના મૂળ બેટ પર રહેવાનું પસંદ કરે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ બેટ પર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મતદારો તેમના મત આપવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે. પરિવહનનો એકમાત્ર રસ્તો બોટ છે, પોલિંગ સ્ટાફ બોટ દ્વારા મુસાફરી કરે છે અને મતદાન મશીનો સાથે તમામ જરૂરી સામગ્રી લઈ જાય છે. વધુમાં, આ સ્થાનને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે મોડેલ મતદાન મથક તરીકે પસંદ કરવામાં આવ્યું છે. સર્વસમાવેશક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના પ્રયાસનું આ ઉત્તમ ઉદાહરણ છે.

આ મતદાન મથક પહાડી પ્રદેશો અને જંગલથી ઘેરાયેલું


નર્મદા જિલ્લો ગાઢ જંગલો અને આદિવાસી વસતી ધરાવતો પર્વતીય જિલ્લો છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં લોકો છુટાછવાયા પરા વિસ્તારમાં રહેતા હોય છે. રીંગપાદરફળિયા નામનું એક પરૂ હાલના મતદાન મથક ચોપડી (પી.એસ નં. 03)થી તેના મુશ્કેલ ભૂપ્રદેશ અને મુખ્ય ગામથી ખૂબજ અંતરીયાળ હોવાથી મતદારોની સુવિધા માટે અલગ કરીને એક નવું મતદાન મથક ચોપડી-02 (પી.એસ નં. 04) બનાવવામાં આવ્યું છે. આ નવા મતદાન મથકમાં માત્ર 121 મતદારોમાં 68 પુરૂષો અને 63 મહિલા છે. મતદાન મથક મુશ્કેલ પહાડી પ્રદેશો અને જંગલ પ્રદેશોથી ઘેરાયેલું છે. તાલુકા મથકથી આ મતદાન મથકનું અંતર 37 કિલોમીટર છે. સુલભ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોનું આ ઉદાહરણ છે.

આ પણ વાંચો: જેઠાણી ઘર છોડીને જતી રહેતા જેઠ સાથે સંબંધ રાખવા દેરાણી પર દબાણ, જાણો શું છે હકીકત!

ત્રણ મતદાન મથકો માટે સમર્પિત સેક્ટર રૂટ બનાવાયા


પોરબંદરના સતવિરડા નેસ, ભુખાબારા નેસ, ખારાવિરા નેસ અને કુતિયાણામાં પણ વિશેષ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદર જિલ્લો બરડા પર્વતમાળા અને ગાઢ જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. જેમાં ત્રણ મતદાન મથકો બરડા પર્વતમાળાના પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા છે, જે 84-કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. આ મતદાન મથકો પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં આવેલા હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા AMF અને કોમ્યુનિકેશન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે. આ ત્રણ મતદાન મથકો માટે સમર્પિત સેક્ટર રૂટ બનાવવામાં આવ્યા છે. ત્રણેય મતદાન મથકો શૅડો વિસ્તાર હેઠળ આવે છે અને સંદેશાવ્યવહારનું એકમાત્ર માધ્યમ વાયરલેસ સેટ છે.

ખંભાળીયા માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી


આ સાથે જ દેવભૂમિ દ્વારકાના મતદાન મથક 72- અજાડ ટાપુ અને 81-ખંભાળીયા માટે પણ વિશેષ વ્યવસ્થા કરવમાં આવી છે. 72 -અજાડ ટાપુ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના 81 - ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે. જે ટાપુના દરિયા કિનારાથી લગભગ 10 કિ.મી. દૂર આવેલું છે. મતદાનના દિવસ પહેલા જ ટેન્ટ ગોઠવી દેવામાં આવ્યા છે. 307-કિલેશ્વરનેસ મતદાન મથક દેવભૂમિ દ્વારકાના 81-ખંભાળિયા મતવિસ્તારમાં આવેલું છે. જે નેસ વિસ્તારમાં બરડા માઉન્ટેનના ઊંડા જંગલ વિસ્તારમાં આવેલું છે. તે મતદાન મથક સાથે સંપર્ક કરવાનો એકમાત્ર રસ્તો વાયરલેસ સેટ છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Polling Booth

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन