Union
Budget 2023

Highlights

Home /News /ahmedabad /અમદાવાદ: અશક્ત મતદારો લોકશાહીને મજબૂત કરવા કરે છે ઘર બેઠા મતદાન

અમદાવાદ: અશક્ત મતદારો લોકશાહીને મજબૂત કરવા કરે છે ઘર બેઠા મતદાન

વયોવૃદ્ધ કે દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી

Gujarat election 2022: લોકશાહીનો અવસર આ વખતે અનેક લોકો માટે ખાસ બની રહ્યો છે. વયોવૃદ્ધ કે દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

    અમદાવાદ: ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકશાહીના પર્વમાં સૌ કોઈ ભાગ લે તે માટે તંત્ર દ્વારા ઠેર-ઠેર વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વૃદ્ધો અને દિવ્યાંગો માટે ઘર બેઠા મતદાન કરવાની સુવિધા ઉભી કરાઈ છે. 80થી વધુ વયના શારીરિક રીતે અશક્ત લોકો મત આપી શકે તે માટે અમરાઇવાડી વિધાનસભા બેઠક પર નકકી કરેલા મતદારોના ઘરે મતકુટિર ઉભું કરવામાં આવ્યું છે. આ સિસ્ટમમાં ઝોનલ ઓફિસર સાથે તેમની ટીમ ઉપરાંત સુરક્ષા માટે પોલીસ પણ ઉપલબ્ધ રાખવામાં આવે છે. જ્યારે અમદાવાદના વરિષ્ઠ નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ ઘરે બેઠા આવી સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ હર્ષોલ્લાસની લાગણી સાથે ચૂંટણીપંચનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

    ઘરે-ઘરે મત કુટિરનું સ્થાપન થાય તેવો લોકશાહીનો અનોખો અવસર

    લોકશાહીનો અવસર આ વખતે અનેક લોકો માટે ખાસ બની રહ્યો છે. વયોવૃદ્ધ કે દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બી.એલ.ઓ. અને તેમની ટીમ મત કુટિર અને પોસ્ટલ બેલેટ સાથે પહોંચે છે. નક્કી કરાયેલા મતદારોના ઘરે જ ટેમ્પરરી મતદાન મથક ઉભું કરવામાં આવે છે અને મતદાર પોસ્ટલ બેલેટથી ગુપ્ત મતદાન કરે છે. ઘર બેઠા મતદાનમાં ઝોનલ ઓફિસર સાથે તેમની ટીમ ઉપરાંત સુરક્ષા માટે પોલીસ તેમજ વીડિયોગ્રાફી માટે કેમેરામેન પણ ઉપલબ્ધ રાખવામાં આવે છે.

    આ પણ વાંચો: આ વર્ષે ભાજપને કોંગ્રેસ કરતા 6 ગણું વધારે મળ્યું ફંડ

    અમરાઇવાડીના દંપતિએ ઘરે જ કર્યું મતદાન

    આજે અમદાવાદ જિલ્લામાં દિવ્યાંગ અને અશક્ત વયોવૃદ્ધ મતદાતાઓ માટે શરુ થયેલ ઘરે બેઠા મતદાનની પહેલના ભાગરૂપે અમદાવાદ જિલ્લા ચૂંટણી પંચ દ્રારા અમદાવાદના અમરાઇવાડી વિસ્તારના રહેવાસી 85ની વયના બિપિનચંદ્ર પંડ્યા અને 82ની વયના અરુણાબેન પંડ્યાના ઘરે જઈને મતદાન કરાવવામાં આવ્યું હતું.

    અરુણાબેનને કમર અને પગના ભાગમાં ગંભીર તકલીફ હોવાના કારણે તેઓ વોકરના સહારે ચાલે છે. જ્યારે બીપીનચંદ્રના ઘૂંટણમાં તકલીફ હોવાથી વધારે અંતર સુધી ચાલવામાં તેઓ પણ તકલીફ અનુભવે છે. આ દંપતીની શારીરિક અક્ષમતા જોતા ચૂંટણી તંત્ર દ્વારા તેમને ઘરે બેઠા મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી‌. સમગ્ર મતદાન પ્રક્રિયાને ગુપ્ત અને પારદર્શક રીતે અનુસરવામાં હતી‌.

    નવીન પહેલથી ખુશીની લાગણી

    અમરાઇવાડી વિધાનસભા બેઠક પર ઝોનલ ઓફિસર અને બી.એલ.ઓની ટીમ દ્વારા 55 વયોવૃદ્ધ અશક્ત લોકોનું પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવશે. ચૂંટણી પંચની આ નવીન પહેલથી મતદારો અને તેમના પરિવારજનો ખુબ ખુશીની લાગણી અનુભવે છે. મતદાન બુથ સુધી જવામાં અક્ષમ્ય હોઈ તેઓ કોઈ મુશ્કેલી વગર ઘર બેઠા મત આપી લોકશાહીને મજબૂત કરવામાં તેમનું અનેરુ યોગદાન પૂરું પાડી રહ્યા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Gujarat Assembly Elections 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन