Home /News /ahmedabad /Gujarat Election 2022: આપે જાહેર કરી ઉમેદવારોની 13મી યાદી, 12 નામ જાહેર કરાયા

Gujarat Election 2022: આપે જાહેર કરી ઉમેદવારોની 13મી યાદી, 12 નામ જાહેર કરાયા

આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ એક ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 13મી યાદી જાહેર કરવામાં આવી છે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 13મી યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ એક ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 158 ઉમેદવાર જાહેર કરાઇ ચૂક્યા છે. આજના ઉમેદવારી લિસ્ટ સાથે 170 ઉમેદવાર જાહેર કરાયા છે.



    આપ દ્વારા 13મી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અબડાસાથી વસંત ખેતાણી, ધાનેરાથી સુરેશ દેવડા, ઊંજાથી ઉર્વીશ પટેલ, અમરાઇવાડીથી વિનય ગુપ્તા, આણંદથી ગીરિશ શંડીલીયા, ગોધરાથી રાજેશ રાજુ, વાઘોડીયાથી ગૌતમ રાજપૂત, વડોદરા શહેરથી જીગર સોલંકી, માંજલપુરથી વિનય ચવન, કરંજથી મનોજ સોરઠીયા, મજૂરા પીવીએસ શર્મા, કતારગામથી ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.

    કાલે આપના ઉમેદવારોની 12મી યાદી જાહેર કરાઇ હતી. આ સાથે જ આપના યુવરાજસિંહની ટિકિટ પાછી ખેંચવામાં આવી હતી. યુવરાજસિંહ હવે દહેગામથી નહીં લડે. યુવરાજસિંહે બેઠક પરથી નામ પાછુ ખેંચ્યું હતું. વિરોધ બાદ ટિકિટ બદલાઈ હોવાની ચર્ચા છે. દહેગામમાં સ્થાનિકને ટિકિટ આપવાની માગ હતી. યુવરાજને સ્ટાર પ્રચારક તરીકે નિમાયા છે. હવે દહેગામથી સુહાગ પંચાલ ચૂંટણી લડશે. આ સાથે જ પાર્ટી પર દરેક વિધાનસભાના ઉમેદવારને જીતાડવાનું ભારણ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 7 વિધાનસભા માટે વ્યૂહ રચના માટે આપ પાર્ટીના યુવરાજ સિંહને નિમવામાં આવ્યા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Aam adami party, Candidate List, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन