Home /News /ahmedabad /વિધાનસભા ચૂંટણી: APPના ઉમેદવારોની 10મી યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ?

વિધાનસભા ચૂંટણી: APPના ઉમેદવારોની 10મી યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ?

અરવિંદ કેજરીવાલ (ટ્વિટર)

આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોની 10મી યાદી પણ જાહેર કરી દીધી છે. આમ આદમી દ્વારા વધુ 21 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નવા 21 ઉમેદવારો સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 139 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ચુક્યુ છે અને ચૂંટણીપંચ દ્વારા તારીખો પણ જાહેર થઈ ચુકી છે. અમદાવાદના એક કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીને જાહેર કર્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોની 10મી યાદી પણ જાહેર કરી દીધી છે. આમ આદમી દ્વારા વધુ 21 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નવા 21 ઉમેદવારો સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 139 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.


    આમ આદમી પાર્ટીએ 21 ઉમેદવારો જાહેર કર્યા


    આમ આદમી પાર્ટીએ 10મી યાદી જાહેર કરીને 21 ઉમેદવાર જાહેર કર્યા છે. આ યાદી અનુસાર આપે અત્યાર સુધીમાં 139 ઉમેદવાર જાહેર કર્યા છે. આપની 10મી યાદીમાં જે નામ જાહેર કરવામાં આવ્યા છે તે પ્રમાણે વાવથી ડૉ. ભીમ પટેલ, ઠક્કરબાપાનગરથી સંજય મોરી, બાપુનગરથી રાજેશ દીક્ષિત, દસક્રોઈથી કિરણ પટેલ, ધોળકાથી જાત્તુલા ગોલ, ધાંગધ્રાથી વાગજી પટેલ, વિરમગાથી કુંવરજી ઠાકોર, માણવાદરથી કરશનબાપુ ભદ્રકા, ધારીથી કાંતિ સતાસિયા, સાવરકુંડલાથી ભરત નાકરની, અમરેલીથી અશોક જોલીય, તળાજાથી લાલુબેન ચૌહાણ, ગઢડાથી રમેશ પરમાર, ખંભાતથી ભરતસિંહ ચાવડા સોજીત્રાથી મનુ ઠાકોર, લીમખેડાથી નરેશ બારિયા, પાદરાથી જયદીપસિંહ ચૌહાણ, વાગરાથી જયરાજ સિંહ, અંકલેશ્વરથી અંકુર પટેલ, માંગરોળથી સ્નેહલ વસાવા, સુરત પૂર્વથી મોકેશ સંઘવીના નામ જાહેર કરવામાં આવ્યા છે.

    કેજરીવાલનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ


    મહત્ત્વનું છે કે, અરવિંદ કેજરીવાલ 4 નવેમ્બરથી ગુજરાતનો પ્રવાસે છે અને તેમનો પ્રવાસ 8 નવેમ્બર સુધી ચાલશે. કેજરીવાલ ચાર દિવસમાં 11 રોડ શો કરશે. આજે 5 તારીખે ગાંધીધામ અને અંજારમાં રોડ શો, છઠ્ઠી તારીખે વાંકાનેર, ચોટીલા અને રાજકોટ પૂર્વમાં રોડ શો છે. આ સાથે સાતમીએ રાજકોટ ગ્રામ્ય, કાલાવડ અને જેતપુરમાં રોડ શો અને આઠમીએ જૂનાગઢ, કેશોદ અને માંગરોળમાં રોડ શો કરશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Aaam Aadmi Party, Gujarat Elections, આમ આદમી પાર્ટી, ગુજરાત ચૂંટણી 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन