Home /News /ahmedabad /

ગુજરાત વિધાનસભા ચૂંટણી: આપની બીજી યાદી જાહેર, અસારવાથી જે.જે. મેવાડા, ગોંડલથી નિમિષા ખૂંટને ટિકિટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી: આપની બીજી યાદી જાહેર, અસારવાથી જે.જે. મેવાડા, ગોંડલથી નિમિષા ખૂંટને ટિકિટ

નિમિષાબેન ખુંટ (ફાઇલ તસવીર)

AAP second list: ગુજરાત આમ આદમી પાર્ટીએ આ પહેલા 10 ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. આમ આદમી પાર્ટીએ હવે વધુ નવ બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. જેમાં અસારવા બેઠક પરથી જે જે મેવાડાના ટિકિટ આપવામાં આવી છે.

    અમદાવાદ: આમ આદમી પાર્ટી (AAP)એ આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Election 2022)ને લઈને ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા (Gopal Italia)એ ઉમેદવારની બીજી યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ આ પહેલા 10 ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. હવે વધુ નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો ચૂંટણીને લઈને સારી રીતે તૈયારી કરી શકે તે માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારની યાદી પહેલા જ જાહેર કરવામાં આવી રહી છે. બીજેપી કે કૉંગ્રેસ તરફથી એક પણ ઉમેદવારના નામે જાહેર કરવામાં આવ્યા નથી.

    કઈ બેઠક પરથી કોને ટિકિટ?









































    જામનગર ઉત્તરકરશન કરમૂળ
    માંગરોળ (જૂનાગઢ)પિયૂષભાઈ પરમાર
    ચોટીલારાજુભાઈ કરપડા
    ગોંડલનિમિષાબેન ખૂંટ
    ચોર્યાસીપ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર
    વાંકાનેરવિક્રમ સોરાણી
    દેવગઢ બારિયાભરત વખાલા
    અસારવાજે જે મેવાડા
    ધોરાજીવિપુલ સખિયા

    અગાઉ જાહેર કરેલા ઉમેદવારો













































    રાજકોટ-70શિવલાલ બારસીયા
    રાજકોટ-71વશરામ સાગઠિયા
    દિયોદરભેમાભાઈ ચૌધરી
    સોમનાથજગમાલ વાળા
    છોટાઉદેપુરઅર્જુન રાઠવા
    બેચરાજીસાગર રબારી
    કામરેજ (સુરત)રામ ધડુક
    ગારીયાધારસુધીર વાઘાણી
    બારડોલીરાજેન્દ્ર સોલંકી
    નરોડાઓમપ્રકાશ તિવારી

    કેજરીવાલની ગુજરાતની જનતાને ગેરંટી:


    >> ગુજરાતમાં આમ આદમીની સરકાર બનશે તો 300 યુનિટ ફ્રી વીજળી, 24 કલાક વીજળી તેમજ 31 ડિસેમ્બર 2021 સુધીના ગુજરાતના વીજળીના બિલ માફ કરવાની જાહેરાત

    >> દરેક યુવકને રોજગારી. જ્યાં સુધી રોજગારી નહિ મળે ત્યાં સુધી દરેક બેરોજગરને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું.

    >> 10 લાખ સરકારી નોકરી.

    >> સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટના સામે કાયદો.

    આ પણ વાંચો: સહદેવસિંહના રાજીનામાં પાછળ ગોંડલ વિધાનસભાની ટિકિટનો કકળાટ જવાબદાર?

    મહિલાઓને દર મહીને રૂ.1000નું એલાઉન્સ આપવાની જાહેરાત


    10મી ઓગસ્ટના રોજ ગુજરાત આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, આપ પાર્ટી સત્તા પર આવશે તો ગુજરાત રાજ્યની 18 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને દર મહીને રૂ.1,000નું એલાઉન્સ આપવામાં આવશે.

    ગુજરાત કૉંગ્રેસની મોટી જાહેરાત


    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)ને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ મતદારોને રિઝવવાની શરૂઆત કરી દીધી છે. નવી દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP)એ પણ તાજેતરમાં ગુજરાતની જનતાને વિવિધ ગેંરટી આપી ત્યારે ગુજરાત કૉંગ્રેસ (Gujarat Congress) તરફથી પણ ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસે જાહેરાત કરી છે કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ (Debt waiver) કરાશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે ફ્રી વીજળી (Free electricity) આપવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gopal Italiya, આપ, ગુજરાત ચૂંટણી 2022, ચૂંટણી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन